<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

એક ભારતીયે વિયેતનામમાં ૧૫૯.૦૨ રૂમાં રૂમ બુક કરાવ્‍યો

એક કપ કોફી કરતાં પણ સસ્‍તો રૂમ! : ભારતીય વ્‍યક્‍તિએ હોટેલ બુકિંગ કરાવ્‍યું જેનાથી ઇન્‍ટરનેટ પર ભારે ચર્ચાઃ પોસ્‍ટ ઝડપથી વાયરલ થઈ

નવી દિલ્‍હી,તા.૨૦: વિયેતનામમાં એક ભારતીય વ્‍યક્‍તિએ હોટેલ બુકિંગ કરાવ્‍યું ત્‍યારે તેણે જાહેર કર્યું કે તેણે ટેક્‍સ સહિત માત્ર ૧૫૯.૦૨ રૂ. માં રૂમ મેળવ્‍યો છે, જેનાથી ઇન્‍ટરનેટ પર ભારે ચર્ચા થઈ.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી એક પોસ્‍ટમાં, એક ભારતીય પ્રવાસીએ વિયેતનામમાં પોતાનું બજેટ હોટેલ બુકિંગ શેર કર્યું, જેમાં ખુલાસો થયો કે તેણે ટેક્‍સ સહિત માત્ર ૧૫૯.૦૨ રૂ. માં રૂમ મેળવ્‍યો. યુઝરે X (અગાઉ ટ્‍વિટર) પર હૉટેલ લિસ્‍ટિંગ અને બિલના સ્‍ક્રીનશોટ પોસ્‍ટ કર્યા, જેનાથી આખું સોશિયલ મીડિયા આヘર્યચકિત થઈ ગયું.

વિયેતનામના ફુ ક્‍વોકમાં હોટેલ

બુકિંગ લીફ હોટેલ ફુ ક્‍વોકમાં કરવામાં આવ્‍યું હતું, અને રૂમ સુપિરિયર ડબલ અથવા ટ્‍વીન હતો, જેમાં મફત વાઇ-ફાઇ, ર્પાકિંગ, ૨૪-કલાક ચેક-ઇન, લગેજ સ્‍ટોરેજ અને ક્‍વીન બેડ અથવા બે સિંગલ બેડનો વિકલ્‍પ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. લિસ્‍ટિંગ અનુસાર, આ રૂમ ૧૮ સ્‍ક્‍વેર મીટરનો છે અને તેમાં બે લોકો આરામ થી રહી શકે છે.

આヘર્ય તો એ છે કે એક રાત્રિ માટે મૂળ કિંમત ૫૭૮.૨૪ રૂ. હતી, પરંતુ ૭૫ ટકા ડિસ્‍કાઉન્‍ટ પછી, કિંમત ઘટીને રૂ.૧૪૪.૫૬ થઈ ગઈ, જેમાં ફક્‍ત રૂ.૧૪.૪૬  ટેક્‍સ અને ફી હતી, જેના કારણે ફાઇનલ બિલ રૂ.૧૫૯.૦૨ થઈ ગઈ. નોંધનીય છે કે બિલની ચુકવણી સ્‍થાનિક ચલણ, ૪૮૦૦૦ વિયેતનામી ડોંગમાં કરવામાં આવશે, અને તેમાં લાગુ પડતા તમામ VATનો સમાવેશ થશે.

આ પોસ્‍ટ ઝડપથી વાયરલ થઈ, યુઝર્સે તેની કિંમત પર આヘર્યચકિત થઈને પ્રતિક્રિયા આપી. ઘણા લોકોએ પ્રવાસીના નસીબ અને સમયની પ્રશંસા કરી, જ્‍યારે અન્‍ય લોકોએ યુઝરને હેક્‍સ શેર કરવાનું કહ્યું.

સોશિયલ મીડિયા પ્રતિક્રિયા

એક યુઝરે કમેન્‍ટ કરતાં કહ્યું મેં વારંવાર પોસ્‍ટને તપાસી, ખૂબ જ વિચિત્ર છે કે એક હોટેલ રૂમના માત્ર ૧૫૯ રૂ. જ, એ પણ કમિશન સહિત, જે રૂમ માટે સંચાલન ખર્ચ માટે પણ પૂરતું નથી, તે આવક વ્‍યવસ્‍થાપનની ભૂલ હશે અથવા અન્‍ય હોટલ્‍સ સાથેના કોમ્‍પિટિશન કરવા માટે હશે. સમય જ સાચું બહાર લાવશે.

બીજા એક વ્‍યક્‍તિએ નોંધ્‍યું, આ પે-એટ-પ્રોપર્ટી બુકિંગ છે, આ કિમત માટે ચેક ઇન કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરવાની શકયતા વધુ છે. ત્‍યારે બીજા યુઝરે લખ્‍યું ઇતને પે તો કોફી ભી ના મિલે (આટલી કિમતમાં તો કોફી પણ નથી મળતી). એક યુઝરે કમેન્‍ટ કરી, ફુ ક્‍વોકમાં ઘણી બધી હોટલ્‍સ છે તેથી ઓછો ભાવ હશે.

આટલા ઓછા ભાવે ફોરેનમાં હોટેલ બૂકિંગ થવી એ ખૂબ આヘર્યની વાત છે. આ પોસ્‍ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(10:14 AM IST)