<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

હું તો કુંવારી છું: રૂપ જોઈને ૭૪ વર્ષના કાકા મોહી ગયાઃ ઉતાવળે લગ્ન તો કર્યા પણ ૩ મહિનામાં કંગાળ કરી નાખ્‍યા

એકલી મહિલાએ લગ્ન અને પ્રેમ જાળ દ્વારા ૩૭ થી ૭૫ વર્ષના પુરુષોને છેતરી લીધા

 

 

ભોપાલ તા.૨૧: લગ્ન કરવા, પત્‍ની બનવું, ઘર વસાવવું નિશાતપુરા વિસ્‍તારનો આ સનસનીખેજઅને થોડા જ મહિનામાં પતિનો બધો માલ લઈને ફરાર થઈ જવું. આ પેટર્ન પર ભોપાલની હસીના બીએ પોતાના ૫ કથિત પતિને ચૂનો લગાવી દીધો છે મામલાના ખુલાસા બાદ આખા ભોપાલના લોકો ટેન્‍શનમાં છે. એકલી મહિલાએ લગ્ન અને પ્રેમ જાળ દ્વારા ૩૭થી ૭૫ વર્ષના પુરુષોને છેતરી લીધા.

 જો કે, પોલીસે આરોપી હસીના બીની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે, હસીના બી ૧૮ વર્ષથી અલગ અલગ નામો અને ખોટા સંબંધોનો સહારો લઈને વળદ્ધોને ફસાવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે, તમામ કેસમાં મહિલાનો શિકાર કરવાની રીત એક જેવી જ હતી. પહેલા પ્રેમનો દેખાડો કરતી, પછી લગ્નનું વચન આપતી અને લગ્ન કરી થોડા સમયમાં માલસામાન લઈને ફરાર થઈ જતી.

તાજેતરનો મામલો ૭૪ વર્ષિય રફીક મિયાંને મહિલાએ ખુદને કુંવારી ગણાવીને લગ્ન કર્યા હતા. ત્રણ મહિનામાં જ ૨૫ લાખ રૂપિયાની સંપત્તિ હડપી લીધી. મહિલાએ ન ફક્‍ત રફીક મિયાંની રોકડ પેન્‍શન લઈ લીધી, પણ તેમને ઘર બહાર કાઢી મૂકયા. પીડિત વળદ્ધે લગ્ન એટલા માટે કર્યા હતા, જેથી છેલ્લી ઘડીએ તેમને સહારો મળી શકે, પણ તેમને દગો મળ્‍યો.

તો વળી પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે, અન્‍ય પીડિતોમાં સાગેર ખાન, સનવર ખાન અને ફરહાનના નામ પણ સામેલ છે. ફરહાનના મામલામાં એવું બન્‍યું કે હસીના બીએ તેની સાથે મળીને આ ગેંગ શરુ કરી હતી. બાદમાં તેને જ છેતરી લીધો. પોલીસને શંકા છે કે, મહિલાની જાળમાં બીજા પણ લોકો ફસાયેલા હશે. એટલા માટે ચોથા પીડિતને શોધવાની કોશિશ ચાલું છે.

પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર, હસીના બીના કૂલ ચાર બાળકો છે. તેણે છેતરપીંડીમાંથી મળેલી રકમમાંથી કેટલીય જમીન ખરીદી છે. પોલીસ હવે આ સંપત્તિઓની જાણકારી એકઠી કરી રહી છે અને ટૂંક સમયમાં તેને સીઝ કરવાની તૈયારી કરી રહી છે. ભોપાલ પોલીસે ત્રણ પીડિતોના નિવેદન નોંધી લીધા છે અને મહિલા વિરુદ્ધ છેતરપીંડી, ગુનાહિત ષડયંત્ર અને અન્‍ય કલમોમાં કેસ નોંધી આગળની તપાસ શરુ કરી દીધી છે.(૩૮.૬)

(9:47 AM IST)