News of Saturday, 21st June 2025
૧ લાખની સ્કૂટી અને ૧૪ લાખનો VIP નંબર!
VVIP નંબર માટે લાખો રૂપિયા ખર્ચ્યા

શિમલા,તા.૨૧: લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કાંઈ પણ કરવા તૈયાર હોય છે. તેવી જ એક ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે પોતાની ૧ લાખ રૂપિયાની એક્ટિવાનો VVIP નંબર મેળવવા માટે ૧૪ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. VIP નંબર મેળવવાનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે તાજેતરમાં નવુ સ્કૂટી લીધુ છે. સંજીવ આ સ્કૂટી માટે એક VIP નંબર મેળવવા ઈચ્છતો હતો. આ પછી યુવકે હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઓનલાઈન હરાજીમાં સૌથી વધુ ૧૪ લાખ રૂપિયામાં બોલી લગાવીને HP21C-0001 નંબર પ્લેટ ખરીદી હતી.
કહેવામાં આવી રહ્યુ છે કે, આ ઓનલાઈન હરાજીમાં માત્ર બે લોકોએ જ ભાગ લીધો હતો. જેમાં સોલન જિલ્લાના બદ્દીના રહેવાસી એક વ્યક્તિએ આ VIP નંબર માટે ૧૩.૫૦ લાખ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. પરંતુ સંજીવે રૂ.૧૪ લાખની બોલી લગાવીને નંબર હાંસિલ કર્યો હતો.
VIP નંબર પ્લેટની હરાજીમાંથી મળેલી રકમ રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરવામાં આવી છે. પરિવહન અધિકારી મુજબ, આ રાજ્યમાં ટુ-વ્હીલર માટે જારી કરાયેલો સૌથી મોંઘો VIP રજિસ્ટ્રેશન નંબર હોઈ શકે છે.
જ્યારે સંજીવ કુમારે જણાવ્યું હતું કે, મને ખાસ અને અનોખા નંબર એકઠા કરવાનો શોખ છે, એટલે તે પોતાની નવી સ્કૂટી માટે VIP નંબર ઈચ્છતો હતો. જુનૂનની કોઈ કિંમત હોતી નથી. જ્યારે તમે કાઈ અમુલ્ય મેળવવાની ઈચ્છા રાખો છો, ત્યારે આપણે કિંમત નથી જોતા.(૪૦.૭)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
