<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

OLX પર ૩૪ કરોડ રૂ.માં F-35 જેટ? ‘ડોનાલ્‍ડ ટ્રમ્‍પન'ની ઓફર જોઈ તમે પણ હસી પડશો!

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

 

 

નવી દિલ્‍હી,તા.૨૧: કલ્‍પના કરો કે તમે કોઈ ઓનલાઈન શોપિન્‍ગ વેબસાઈટ પર સ્‍ક્રોલ કરી રહ્યા હો અને અચાનક તમને એક ફાઈટર જેટ વેચાણ માટે મુકાયું મળે! તાજેતરમાં સોશિયલ મીડિયા યુઝર્સે પર આવું જ જોવા મળ્‍યું જ્‍યાં અમેરિકામાં બનેલું બ્રિટિશ F-35 ફાઈટર જેટ વેચાણ માટે મુકાયું હતું, તે પણ નવા ટાયર, નવી બેટરી અને ૨૦૨૬ સુધીની વોરંટી સાથે. કિંમત? આશરે ચાર મિલિયન ડોલર, એટલે કે લગભગ ૩૪ કરોડ રૂ.! અને વેચનારનું નામ? ડોનાલ્‍ડુ ટ્રમ્‍પન.

આ સમાચાર સાંભળી તમને આヘર્ય થશે, લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યું. હજારો લોકો એ સ્‍ક્રીનશોટ સોશિયલ મીડિયામાં શેર કર્યો અને આヘર્ય સાથે પૂછવા લાગ્‍યા કે શું આ ખરેખર સાચું છે?

આ આખી ચોંકાવનારી ઘટના તિરુવનંતપુરમથી શરૂ થઈ હતી, જ્‍યાં તાજેતરમાં એક ફાઈટર જેટે ઇમરજન્‍સી લેન્‍ડિંગ કર્યું હતું. ખરાબ હવામાન અને પૂરતું ઈંધણ ન હોવાના કારણે પાઈલટે આ વિમાનને લેન્‍ડ કરાવવાનું નક્કી કર્યું. તે વોરશિપ એક્‍સરસાઈઝનો ભાગ હતું અને ટેકનિકલ તપાસ માટે વિમાનને એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્‍યું હતું.

જ્‍યારે વિમાન રિપેરિંગ અને ચેકિંગ માટે ઊભું હતું, ત્‍યારે કોઈક લોકોએ હદ વટાવી નાંખે તેવી હરકત કરી, કદાચ વાયરલ થવાની આશામાં કે દુર્લક્ષ્ય ફોલોયર્સ પ્રાપ્ત કરવા માટે. થોડા દિવસોમાં, ફેક OLX જેવી દેખાતી એક વેબસાઈટ પર આ વિમાનનો ફોટો અપલોડ કરીને વેચવા માટે મૂકયું હતું.

આ લિસ્‍ટિંગમાં ફાઈટર જેટની તસવીર તો હતી જ, સાથે એમાં ‘નવી બેટરી', ‘બ્રાન્‍ડ ન્‍યૂ ટાયર', અને ૨૦૨૬ સુધીની વોરંટી જેવી વિગતો પણ દર્શાવવામાં આવી હતી. લોકો થોડા સમય માટે સાચું માની ગયા હતા કે કદાચ ખરેખર વેચાણ માટે મુકાયું છે!

સદભાગ્‍યે, ઇન્‍ટરનેટે પોતાનું કામ કર્યું. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ આ દાવા વિશે તપાસ કરી અને ખોટી માહિતી હોવાનો ભાંડો ફોડ્‍યો. તરત જ લોકો સમજી ગયા કે આ એક ફેક પોસ્‍ટ છે.

આજની આ ઘટના પહેલી નથી. ઓપરેશન સિંદૂરની શરૂઆત સમયે પણ આવું કંઈક બન્‍યું હતું, ત્‍યારે પણ અફવા ફેલાઈ હતી કે ભારતીય વાયુસેનાનું રાફેલ વિમાન ધ્‍વસ્‍ત થયું છે. થોડી જ વારમાં, પાકિસ્‍તાની યુઝર્સે જુદા જુદા ધાતુના ટુકડા ઓનલાઇન મુકવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે આ રાફેલના અવશેષો છે. અને તેમાં પણ કિંમત મુકાઈ હતી ૨૦,૦૦૦ રૂ.! પણ સત્તાવાર રીતે એ દાવા ખોટા સાબિત થયા હતા.(૪૦.૫)

(9:51 AM IST)