<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

બેંક લોકર હોલ્‍ડર્સે નવા એગ્રીમેન્‍ટ પર સાઈન કરવાનું આવશ્‍યક

જો આ કામ નહીં કર્યુ તો સીલ થઈ જશે બેંક એકાઉન્‍ટ : તમામ લોકલ હોલ્‍ડર્સે પોતાની બેંક સાથે એક નવું એગ્રીમેન્‍ટ સાઈન કરવું પડશે અને જૂના એગ્રીમેન્‍ટ માન્‍ય નહીં રહે

 

 

નવી દિલ્‍હી,તા.૨૧: આપણામાંથી મોટાભાગના લોકો બેંક લોકરનો ઉપયોગ કરતા જ હશે, હેં ને? તો આ સમાચાર તમારા માટે જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) દ્વારા બેંક લોકર સુવિધાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કડક પગલાં લીધા છે. જો તમે હજી સુધી બેંક લોકર માટે અપડેટેડ રેન્‍ટલ એગ્રીમેન્‍ટ સાઈન નથી કર્યા તો તમારા માટે મુશ્‍કેલી ઊભી થઈ શકે છે. તમારું બેંક એકાઉન્‍ટ સીલ થઈ શકે છે કે તમે આ સર્વિસથી વંચિત રહેશો. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્‍યા છે કે તમામ લોકર હોલ્‍ડર્સે નવા એગ્રીમેન્‍ટ પર સાઈન કરવાનું આવશ્‍યક છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા ઓગસ્‍ટ, ૨૦૨૧માં બેંકોને આદેશ આપ્‍યો હતો કે તેઓ તમામ બેંક લોકર હોલ્‍ડર્સ સાથે નવા રેન્‍ટલ એગ્રીમેન્‍ટ સાઈન કરે. આરબીઆઈ દ્વારા આ આદેશ ગ્રાહકોની ફરિયાદ ટેક્રિકલ ફેરફાર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્‍યાનમાં લઈને લેવામાં આવ્‍યું છે, જેથી આવનારા સમયમાં લોકરની સુવિધાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવી શકાય.

તમામ લોકલ હોલ્‍ડર્સે પોતાની બેંક સાથે એક નવું એગ્રીમેન્‍ટ સાઈન કરવું પડશે અને જૂના એગ્રીમેન્‍ટ માન્‍ય નહીં રહે. નવા એગ્રીમેન્‍ટ વિના લોકર હોલ્‍ડર્સ પોતાના એકાઉન્‍ટ નહીં ઓપરેટ કરી શકે. જો યુઝર્સ નક્કી કરેલાં સમય સુધી યુઝર્સ નવું એગ્રીમેન્‍ટ સાઈન નહીં કરે તો તમારા બેંક એકાઉન્‍ટ સીલ પણ થશે. જો આવું થશે તો યુઝર્સને પોતાના લોકરમાં રહેલી વસ્‍તુઓ કઢાવવા મૂકવા માટે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે.

બેંકો આરબીઆઈ પાસે આ માટેની ડેડલાઈન લંબાવીને ડિસેમ્‍બર, ૨૦૨૫ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બેંકોનું એવું કહેવું છે કે ઓછામાં ઓછું વધુ ચાર મહિનાનો વધારાનો સમય આપવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં બેંકોને પહેલી જાન્‍યુઆરી, ૨૦૨૩ સુધી નવા એગ્રીમેન્‍ટ સાઈન કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો, પરંતુ બાદમાં આ ડેડલાઈનને બે વખત વધારવામાં આવી હતી. બે વખત ડેડલાઈન લંબાવવામાં આવી હોવા છતાં પણ હજી સુધી ૧૦થી ૨૦ ટકા લોકોએ નવા એગ્રીમેન્‍ટ સાઈન નથી કર્યા, જેને કારણે બેંકો દ્વારા સખત પગલાં લેવાની યોજના બનાવવામાં આવી રહી છે.

જો તમે પણ નવા રેન્‍ટલ એગ્રીમેન્‍ટ પર સાઈન નથી કર્યું તો સૌથી પહેલાં તમારી બેંક જઈને એગ્રીમેન્‍ટ પર સાઈન કરો. જે લોકોને એ ખ્‍યાલ નથી કે તેમણે નવા રેન્‍ટલ એગ્રીમેન્‍ટ પર સાઈન કર્યું છે કે નહીં એ જાણવા માટે પોતાની બેંકની શાખામાં જઈને માહિતી મેળવી શકે છે. બેંકની વેબસાઈટ કે મોબાઈલ એપ પર જણ એની જાણકારી લઈ શકો છો.

નવા એગ્રીમેન્‍ટ માટે કેવાયસી ડોકયુમેન્‍ટ્‍સ જેવા કે આધાર, પેન, પાસપોર્ટ અને લોકર સંબંધિત જૂના દસ્‍તાવેજો સાથે રાખવા જોઈએ. જો તમે નોમિનેશન નથી કર્યું તો આ સમયે નોમિનીનું નામ પણ એડ કરાવી દો. (૪૦.૨)

(9:52 AM IST)