<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

છોટાઉદેપુરમાં જનતા રોડ ધોવાયો : ઓરસંગ નદીના પાણીમાં 7 ગામને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો

રોડ ધોવાઈ જતા 15 કિમીનો ફેરો કરવા મજબૂર : 5 લાખના ખર્ચે બનાવેલો જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો

છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે. 7 ગામને જોડતો રોડ પર પાણી ભરાતા રસ્તો ધોવાયો હતો. રોડ ધોવાઈ જતા 15 કિમીનો ફેરો કરવા મજબૂર છે. તથા 5 લાખના ખર્ચે બનાવેલો જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો છે. રોડ ધોવાતા 15 હજારથી વધુ લોકોને અસર થઈ છે

 

(11:34 AM IST)