<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

29 બોનસ શેર આપવાની જાહેરાત કરતા જ કંપની આવી સ્ટોપલાઈટ પર, રૂ.150થી પણ સસ્તો છે શેરનો ભાવ

બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 50 શેરો પર 29 શેર બોનસ તરીકે આપવામાં આવશેઃ આ બોનસ ઈશ્યૂ માટે કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી

નવી દિલ્હીઃ બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. શુક્રવારના રોજ Focus Business Solution Ltdએ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જને જાણકારી આપી છે કે, રોકાણકારોને 29:50ના હિસાબથી બોનસ શેર આપવામાં આવશે. જામકારી અનુસાર, કંપની બીજી વખત બોનસ શેર આપી રહી છે.

50 શેર પર મળશે 29 શેર- બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 50 શેરો પર 29 શેર બોનસ તરીકે આપવામાં આવશે. આ બોનસ ઈશ્યૂ માટે કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. પરંતુ, બોર્ડ મીટિંગના 2 મહિનાની અંદર આ પ્રક્રિયાને પૂરી કરી દેવામાં આવશે. એટલે કે, આવનારા સમયમાં Focus Business Solution Ltd તરફથી બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી શકે છે.

કાલે 52 સપ્તાહની હાઈ પર પહોંચી ગયા શેર- શુક્રવારે કંપનીના શેર પર આ જાહેરાતની અસર જોવા મળી હતી. માર્કેટ બંધ થવાના સમય પર આ શેર બીએસઈમાં 3 ટકાથી વધારેની તેજી સાથે 135 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા. જે કંપનીની 52 સપ્તાહની હાઈ છે. જાણકારી અનુસાર, આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી 59.57 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 62.20 કરોડ રૂપિયા છે.

રિટર્નના મામલે અવ્વલ- Focus Business Solution Ltdએ રોકાણકારોને નિરાશ નથી કર્યા. માત્ર 3 મહિનામાં જ આ શેરે 66 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે, 1 વર્ષથી કંપનીના શેરોને હોલ્ડ કરનારા રોકાણકારોને હજુ સુધી 104 ટકાનું રિટર્ન મળ્યું છે. જ્યારે, આ પીરિયડમાં સેન્સેક્સ ઈન્ડેક્સમાં 6 ટકાથી વધારેની તેજી નોંધાવી છે. જાણકારી અનુસાર, 3 વર્ષમાં Focus Business Solution Ltdના શેરોનો ભાવ 750 ટકા વધ્યો છે.

2023માં બોનસ શેર આપી ચૂકી છે કંપની- Focus Business Solution Ltdએ 2023માં પણ રોકાણકારોને બોનસ શેર આપ્યા હતા. ત્યારે કંપનીએ 5 શેર પર 4 બોનસ શેર વહેંચ્યા હતા. જ્યારે, આ કંપનીએ 2 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. પહેલીવાર 2022માં 38 પૈસા અને 2024માં 10 પૈસાનું ડિવિડન્ડ આપ્યુ હતુ.

(3:10 PM IST)