<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

કચ્છના કેરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા દરોડો : ₹૧.૭૦ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો : ૧૯,૫૪૮ દારૂની બોટલો સાથે ૧૬ આરોપીઓ ઝડપાયા! : જુઓ વિડીયો

માધાપર નજીક આવેલા જડેશ્વર મંદિર પાસે ખુલ્લા ખેતરમાંથી ₹૧.૨૮ કરોડની દારૂની બોટલો અને ₹૪૨ લાખના વાહનો જપ્ત : મુખ્ય સૂત્રધાર અનોપસિંહ રાઠોડ સહિત ૬ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ: રાજ્યમાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કચ્છ જિલ્લામાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના માધાપર નજીક આવેલા કેરા ગામમાં જડેશ્વર મંદિર પાસેના ખુલ્લા ખેતરમાંથી SMC એ દારૂના કટિંગ પર દરોડો પાડી ₹૧,૨૮,૦૩,૮૦૮/- (એક કરોડ અઠ્ઠાવીસ લાખ ત્રણ હજાર આઠસો આઠ રૂપિયા) ની કિંમતની ૧૯,૫૪૮ દારૂની બોટલો જપ્ત કરી છે. આ સાથે કુલ ₹૧,૭૦,૨૮,૮૦૮/- (એક કરોડ સિત્તેર લાખ અઠ્ઠાવીસ હજાર આઠસો આઠ રૂપિયા) નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલા આ દરોડામાં, દારૂના જથ્થા ઉપરાંત ₹૪૨,૦૦,૦૦૦/- (બેટાલીસ લાખ રૂપિયા) ની કિંમતના ત્રણ વાહનો (બોલેરો પીકઅપ, ટાટા મિની ટ્રક અને અશોક લેલેન્ડ સિમેન્ટ ટેન્કર) અને ₹૨૫,૦૦૦/- (પચીસ હજાર રૂપિયા) ની કિંમતના પાંચ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા:
આ દરોડામાં કુલ ૧૬ આરોપીઓને ઘટનાસ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે:
૧. ગોપાલસિંહ બનેસંઘ વાઘેલા (કેરા ગામ, માંડવી, કચ્છ-ભુજ) – બોલેરો પીકઅપનો ડ્રાઈવર.
૨. શિવરાજ વિરમભાઈ ગઢવી (અલીપુર, અંજાર, કચ્છ) – ટાટા મિની ટ્રકનો ડ્રાઈવર.
૩. ગોપાલ કેસાજી રાજગોર (નવાનગર પાંધ્રો, લખપત, કચ્છ-ભુજ) – દારૂ કટિંગ સ્થળ પર ડ્રાઈવર અને હેલ્પર.
૪. શૈલેષ રામનારાયણ શર્મા (લેબર).
૫. તપસ પવિત્રો દાસ (લેબર).
૬. પુષ્પલાલ પ્રેમ શર્મા (લેબર).
૭. કિશનપાલ સુશાંતપાલ (લેબર).
૮. માંકિન ઓડેન (લેબર).
૯. સેંગજીમ સ્પિલસન (લેબર).
૧૦. બિકિહારીજન રાજુ (લેબર).
૧૧. સુનિલ સંગમા મારક (લેબર).
૧૨. અસાન મારક (લેબર).
૧૩. અનિયાંગ સંગમા મારક (લેબર).
૧૪. વલ્કન સંગમા મારક (લેબર).
૧૫. રાફાલ સંગમા મારક (લેબર).
૧૬. અંકિત અરવિંદ સરથે (લેબર).
ઝડપાયેલા તમામ આરોપીઓને માંડવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ એક્ટની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વોન્ટેડ આરોપીઓ:
આ રેડમાં ૬ આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય સૂત્રધાર:
૧. અનોપસિંહ અભયસિંહ રાઠોડ (રહે. કેરા, માંડવી, કચ્છ-ભુજ) - IMFL રીસીવર અને મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ છે.
૨. અજાણ્યો વ્યક્તિ (રાજસ્થાનથી IMFL સપ્લાયર).
૩. અજાણ્યો વ્યક્તિ (IMFL લઈ જતા ટેન્કરનો ડ્રાઈવર).
૪. અશોક લેલેન્ડ સિમેન્ટ ટેન્કર (રજી. નંબર RJ 11 BG 2369) નો માલિક.
૫. ટાટા મિની ટ્રક (રજી. નંબર GJ 12 AY 1869) નો માલિક.
૬. બોલેરો પીકઅપ (રજી. નંબર GJ 12 CT 5120) નો માલિક.
રેડ કરનાર અધિકારી:
SMC PSI એસ. આર. શર્મા અને તેમની ટીમ દ્વારા આ સફળ રેડ પાર પાડવામાં આવી હતી. અનોપસિંહ અભયસિંહ રાઠોડ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડાથી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેમ જણાઈ રહ્યું છે.

 

(5:15 PM IST)