News of Sunday, 22nd June 2025
રાજકારણમાં જોડાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરનાર સૌરવ ગાંગુલી શું ગૌતમ ગંભીરનું સ્થાન લેશે ?
ગાંગુલીએ કહ્યું, 'આપણે જોઈશું કે આગળ શું થાય છે. હું હમણાં ફક્ત 50 (53) વર્ષનો છું, જોઈએ કે આગળ શું દિશા છે

મુંબઈ :ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાજકારણમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ ભારતીય ટીમને કોચ કરવા માટે તૈયાર છે. જુલાઈમાં 53 વર્ષના થનારા ગાંગુલી 2018-19 થી 2022-24 સુધી IPL ટીમ દિલ્હી કેપિટલ્સના ટીમ ડિરેક્ટર રહ્યા છે.
ગાંગુલીએ કહ્યું કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું ન હતું, કારણ કે હું અલગ અલગ ભૂમિકાઓમાં વ્યસ્ત હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતને કોચ કરવા માંગે છે. તો તેમણે કહ્યું, 'મેં 2013 માં ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું અને પછી BCCI પ્રમુખ બન્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હોત તો શું તેઓ વધુ યોગદાન આપી શક્યા હોત, ત્યારે ગાંગુલીએ કહ્યું, 'આપણે જોઈશું કે આગળ શું થાય છે. હું હમણાં ફક્ત 50 (53) વર્ષનો છું, તો ચાલો જોઈએ શું થાય છે. હું તેના માટે તૈયાર છું. ચાલો જોઈએ કે આગળ શું દિશા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રાજકારણમાં જવાનો કોઈ ઈરાદો નથી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ 2026 માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ રાજકીય પક્ષમાં જોડાશે, ત્યારે તેમણે હસીને કહ્યું, મને તેમાં રસ નથી. જો તેમને મુખ્યમંત્રી બનવાની ઓફર કરવામાં આવે તો શું થશે? તેમણે ફરી એકવાર કહ્યું કે મને તેમાં રસ નથી.
ગાંગુલીએ વર્તમાન કોચ ગૌતમ ગંભીરની પ્રશંસા કરી, જેમના વિશે તેમણે કહ્યું કે તેમણે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કોચ તરીકે સારું પ્રદર્શન કર્યું છે. ગાંગુલીએ કહ્યું કે ગૌતમ સારું કરી રહ્યા છે. શરૂઆત થોડી ધીમી હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હાર, પરંતુ બાદમાં ચેમ્પિયન્સ ટ્રોફીથી લયમાં આવ્યા. આ (ઈંગ્લેન્ડ શ્રેણી) એક મોટી શ્રેણી હશે.
ગાંગુલીએ કહ્યું કે મેં તેમને આ ભૂમિકામાં ખૂબ નજીકથી જોયા નથી, પરંતુ હું જાણું છું કે તેઓ ખૂબ જ ઉત્સાહી છે. મેં તેમની વ્યૂહરચનાઓને નજીકથી જોઈ નથી, કારણ કે મેં તેમની સાથે કોચ તરીકે કામ કર્યું નથી. તેઓ ખૂબ જ સીધા છે, વસ્તુઓને સ્પષ્ટ રીતે જુએ છે અને ખુલ્લેઆમ કહે છે કે તેઓ શું અનુભવે છે. બહારથી, તેઓ ખૂબ જ પારદર્શક વ્યક્તિ લાગે છે.
ગાંગુલીએ તેમના રમતના દિવસોને યાદ કરતાં કહ્યું કે ગંભીર વરિષ્ઠ ખેલાડીઓ પ્રત્યે ખૂબ જ આદર કરતા હતા. હું તેમની સાથે રમ્યો છું. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો, સિનિયર ખેલાડીઓ માટે ખૂબ આદર રાખતો હતો. આજે પણ તે તેમના કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી લાગે છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
