News of Monday, 23rd June 2025
સીરિયાનો આત્મઘાતી હુમલો, ૧૫ લોકોના મોતઃ અનેક ઈજાગ્રસ્ત :જુઓ વિડીયો
દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો હતા

Mar Elias Church in Damascus attacked by Islamic suicide bomber during liturgy.
— Jai (@JaiNDoC_RL) June 22, 2025
Hearing multiple reports. Estimates range between possibly 20-50 people dead. Facts and stats will become clear later.
But for now, please keep them in prayers. pic.twitter.com/e0bSAivy3j
દમાસ્કસ તા.૨૩: સીરિયાના દમાસ્કસમાં આવેલા માર એલિયાસ ચર્ચમાં રવિવારે આત્મઘાતી હુમલો થયો હતો. ચર્ચની અંદર મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચની અંદર એક વ્યક્તિએ પોતાને ઉડાવી દીધો હતો.
રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા હતા અને ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો રાજધાનીની વચ્ચે થયો હતો, જેને સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે.
રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં -ાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં ૧૫ લોકો માર્યા ગયા અને ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી હુમલો ગણાવ્યો છે, જોકે અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
સીરિયાના ગળહ મંત્રાલયે એક પોસ્ટમાં કહ્યું કે ચર્ચ પર થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકવાદી જૂથ ISISનો હાથ છે. જોકે, હજુ સુધી કોઈ જૂથે તેની જવાબદારી સ્વીકારી નથી.
રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ‘‘આતંકવાદી જૂથ ISIS સાથે સંકળાયેલ એક આત્મઘાતી બોમ્બર રાજધાની દમાસ્કસના ડ્વેઇલા વિસ્તારમાં સેન્ટ માર એલિયાસ ચર્ચમાં ઘૂસ્યો હતો. તેણે પહેલા ગોળીબાર શરૂ કર્યો અને પછી વિસ્ફોટક વેસ્ટથી પોતાને ઉડાવી દીધો.''
ચર્ચના એક પાદરીએ જણાવ્યું કે પહેલા બહારથી ગોળીબારનો અવાજ સંભળાયો. લગભગ બે મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યો. તેમણે કહ્યું કે બે હુમલાખોરો અંદર ઘૂસી ગયા અને પોતાને ઉડાવી દીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ સમયે ચર્ચની અંદર લગભગ ૪૦૦ લોકો હાજર હતા.(૩૮.૯)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
