<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ભારતીય કંપનીઓ પાસે ઘણા સપ્તાહ સુધીનું તેલ ઉપલબ્ધ : કેન્દ્રીય મંત્રીએ કહ્યું- મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચાંપતી નજર

અમેરિકાના હુમલા બાદ, ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો:મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું અમારી તેલ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયાનો પુરવઠો છે.

અમેરિકાના હુમલા બાદ, ઈરાનની સંસદે રવિવારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો, જેના પછી એવું માનવામાં આવે છે કે દક્ષિણ અને પૂર્વ એશિયાઈ દેશો આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. ઈરાનના આ નિર્ણય પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમારી તેલ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયાનો પુરવઠો છે

   હરદીપ સિંહ પુરીએ 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમે છેલ્લા બે અઠવાડિયાથી મધ્ય પૂર્વમાં વિકસતી ભૂ-રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા પુરવઠામાં વૈવિધ્યીકરણ કર્યું છે અને હવે અમારા પુરવઠાનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતો નથી." તેમણે કહ્યું કે આપણી તેલ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયાનો પુરવઠો હોય છે અને તેઓ ઘણા માર્ગો પરથી પુરવઠો મેળવતા રહે છે. અમે આપણા નાગરિકો માટે બળતણ પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈશું.

(11:39 PM IST)