News of Monday, 23rd June 2025
નૂર ચાર્જ મોંઘા થશેઃ તેલ અને ગેસના ભાવ વધશેઃ આયાત-નિકાસ પર મોટો ખર્ચ થશે
ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ ક્રુડથી લઈને રસોડા સુધી ભારતમાં દરેક વસ્તુ પર ભારે અસર પડી શકે છે : બધા ખર્ચ આખરે આપણા ઘરના બજેટ પર અસર કરશે અને ફુગાવાને વેગ આપશે. યુદ્ધ જેટલું લાંબું ચાલશે, તેટલી જ આ મુશ્કેલીઓ વધશે

નવી દિલ્હી,તા.૨૩: હવે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ સાથે, આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલવાની શકયતા વધી ગઈ છે. ભારતના દૃષ્ટિકોણથી, આ સંઘર્ષ વેપાર મોરચે ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આનાથી ફક્ત ઇઝરાયલ અને ઈરાન સાથેના ભારતના વેપાર પર જ અસર પડશે નહીં, પરંતુ પヘમિ એશિયાઈ દેશો સાથેના ભારતના વેપાર પર પણ તેની વ્યાપક અસર પડી શકે છે.
યુદ્ધની ભારત પર શું આર્થિક અસર પડી શકે છે?
૧. મહત્વપૂર્ણ દરિયાઈ
માર્ગો પર કટોકટી
હોર્મુઝ સ્ટ્રેટઃ ઈરાનની તેને બંધ કરવાની ધમકીથી ભારતના ૬૦% ગેસ અને ૫૦% ક્રૂડ ઓઇલ આયાત જોખમમાં મુકાઈ છે. આ માર્ગ વિશ્વના ૨૦% તેલ વેપાર માટે જવાબદાર છે અને ફક્ત ૨૧ માઇલ પહોળો છે.
લાલ સમુદ્રનો માર્ગઃ યુરોપ-ભારતના ૮૦% વેપાર વહન કરતા કોરિડોરને અસર થઈ છે કારણ કે જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈને ચકરાવો પાડવો પડ્યો છે, ડિલિવરીમાં ૧૪-૨૦ દિવસનો વિલંબ થયો છે અને નૂર દરમાં વધારો થયો છે.
૨. ક્રૂડ ઓઇલના ભાવમાં વિસ્ફોટક ઉછાળોઃ
યુદ્ધ શરૂ થતાં તેલના ભાવમાં ૧૧%નો વધારો, બ્રેન્ટ ક્રૂડ $૭૫/બેરલથી $૧૨૦/બેરલ સુધી પહોંચવાની ધારણા.
ભારત પર અસરઃ તેલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને વીજળીના ભાવ વધશે. દરેક $૧૦/બેરલ વધારાથી ફુગાવો ૦.૩૫% વધી શકે છે.
૩. ૩.૬ લાખ કરોડ રૂપિયાનો વેપાર જોખમમાં:
પヘમિ એશિયાઈ દેશો (ઈરાક, જોર્ડન, યમન, વગેરે) સાથે ભારતનો વાર્ષિક ૩.૬ લાખ કરોડ ($૪૧.૭ બિલિયન)નો વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. ભારતની કુલ નિકાસમાં આ દેશોનો હિસ્સો ૩૪% છે.
યુદ્ધ દરમિયાન કોઈ કાર્ગો વીમો ન હોવાથી ઈરાન જવા માટે બાસમતી ચોખા (હરિયાણાની નિકાસના ૩૦-૩૫%) અટવાઈ ગયા છે.
૪. સામાન્ય માણસના ખિસ્સા
પર અસર
ઇંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ વધશેઃ પરિવહન મોંઘુ થતાં શાકભાજી, ફળો અને રોજિંદા વસ્તુઓ મોંઘી થશે.
ઇલેક્ટ્રોનિક્સ અને કળષિ ઉત્પાદનોઃ ઇઝરાયલથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇરાનથી ખાતરોની આયાતમાં વિક્ષેપ મોબાઇલ, લેપટોપ અને પાકના ભાવમાં વધારો કરી શકે છે.
સોનું મોંઘુઃ અસ્થિરતાને કારણે સોનાના ભાવ રૂ.૧ લાખ/૧૦ ગ્રામથી ઉપર જઈ શકે છે.
૫. મેક્રો અર્થતંત્ર પર વધુ
ઘેરું બનતું સંકટ
ચાલુ ખાતાની ખાધ વધવાની શકયતાઃ તેલ આયાત બિલમાં ૧૩-૧૪ અબજ ડોલરનો વધારો થવાની ધારણા છે, જેનાથી ખાધ જીડીપીના ૦.૩% સુધી પહોંચી જશે.
GDP વળદ્ધિમાં ઘટાડો થશેઃ જો તેલના ભાવ $૮૦/બેરલ સુધી પહોંચે તો વિકાસ દર ૦.૨% ઘટી શકે છે.
ભારત પર શું અસર
થઈ શકે છે?
યુદ્ધની વચ્ચે, નિકાસ માર્ગો પ્રભાવિત થવાને કારણે નિકાસ ખર્ચ વધશે.
નિકાસ ખર્ચમાં વધારો થવાને કારણે માલના ભાવમાં વધારો થવાથી ભારતમાં ફુગાવો વધશે.
યુદ્ધની સ્થિતિમાં, રૂપિયા પર દબાણ આવશે અને સરકારના નાણાકીય આયોજનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
શિપિંગ અને કન્ટેનર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ઇઝરાયલ સાથે વ્યવસાય કરવો
ભારતે ૨૦૨૪-૨૫માં ઇઝરાયલમાં ૨.૧ અબજ ડોલરની કિંમતની વસ્તુઓની નિકાસ કરી હતી. જ્યારે આયાત લગભગ $૧.૬ બિલિયન હતી.
ગયા નાણાકીય વર્ષમાં ભારતની ઈરાનથી આયાત $૪૪૧.૮ બિલિયન હતી.
આ દેશો પર પણ અસર
રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર, વ્યાપક પ્રાદેશિક તણાવની અસર પヘમિ એશિયાઈ દેશો, જેમાં ઇરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે, સાથે ભારતના વેપાર પર પણ પડશે. અહીં ભારતીય નિકાસ કુલ $૮.૬ બિલિયન અને આયાત $૩૩.૧ બિલિયન છે. યુદ્ધની અસર ભારતની ઈરાન અને ઇઝરાયલમાં થતી નિકાસ પર પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.(૪૦.૧૬)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
