<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પ્રેમીને પામવા આ હદે પહોંચી જનેતા! પોતાના જ માસૂમ બાળકોને ચા માં ઝેર આપી રસ્‍તો સાફ કર્યો

ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરમાં ૨૪ વર્ષીય મુસ્‍કાને પોતાના પ્રેમી જુનૈદ સાથે મળીને પોતાના બે માસૂમ બાળકોની ઝેર આપીને હત્‍યા કરી

 

મુઝફ્‌ફરનગર,તા.૨૩: ઉત્તર પ્રદેશના મુઝફ્‌ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં એક ૨૪ વર્ષીય મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના બે માસૂમ બાળકોની હત્‍યા કરી નાખી છે. આ મહિલાનું નામ મુસ્‍કાન છે, જેને પોલીસે ગિરફ્‌તાર કરી લીધી છે, જ્‍યારે તેનો પ્રેમી જુનૈદ હજુ ફરાર છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, મુસ્‍કાનને લાગતું હતું કે તેના બાળકો તેના પ્રેમસંબંધમાં અડચણ બની રહ્યા છે.

ઘટનાની મળતી વિગતો મુજબ, મુઝફ્‌ફરનગર જિલ્લાના રુઢકલી ગામમાં ૨૪ વર્ષીય પરણિત મહિલા મુસ્‍કાન પોતાના બે બાળકો સાથે રહેતી હતી. જ્‍યારે તેનો પતિ વસીમ કામ ચંડીગઢમાં રહે છે. દરમિયાન ગત ૧૯ જૂનના રોજ, રુઢકલી ગામ ખાતેના ઘરમાંથી મુસ્‍કાનનો ૫ વર્ષનો દીકરો અરહાન અને ૧ વર્ષની દીકરી ઇનાયા શંકાસ્‍પદ રીતે મળત હાલતમાં મળી આવ્‍યા હતા. જે બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, બાળકોની માતા મુસ્‍કાને તેના પ્રેમી જુનૈદ સાથે મળીને બાળકોને ચા, બિસ્‍કિટ અને રસગુલ્લામાં ઝેર મેળવીને આપ્‍યું હતું, જેના કારણે બંનેનું મોત નીપજ્‍યું હતું.

ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જિલ્લાના SSP સંજય કુમાર વર્માએ જણાવ્‍યું કે, મુસ્‍કાન અને જુનૈદ નજીકના સંબંધી જ છે અને તેમનો સંબંધ લાંબા સમયથી ચાલતો હતો. પ્રેમસંબંધમાં બંને ઘર છોડીને ભાગી જવાનો પ્‍લાન બનાવ્‍યો હતો, પરંતુ બાળકો તેમના માટે અડચણ બની રહ્યા હતા, આથી બંનેએ મળીને બાળકોની હત્‍યાનું ષડયંત્ર રચ્‍યું હતું. જે મામલે મુસ્‍કાને પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે.

 નોંધનીય છે કે, પોલીસે મુસ્‍કાનની ધરપકડ કરી જેલમાં મોકલી દીધી છે, જ્‍યારે ગઈકાલે(શનિવારે) મોડી રાત્રે જુનૈદની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જુનૈદે પણ ગુનો કબૂલ્‍યો અને જણાવ્‍યું કે, તે બાળકોની જવાબદારી ઉઠાવવા માંગતો નહોતો. જેથી જ આ ખોફનાક ઘટનાને અંજામ આપ્‍યો હતો. પોલીસે હાલ આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગ્‍ફલ્‍ની કલમ ૧૦૩ (હત્‍યા) અને ૧૨૩ (ઝેર આપવું) હેઠળ કેસ નોંધ્‍યો છે, સાથે જ ઝેર કયાંથી ખરીદવામાં આવ્‍યું તેની પણ તપાસ ચાલી રહી છે.

 ઉલ્લેખનીય છે કે, દેશમાં ઘણા સમયથી આવા હચમચાવતા કિસ્‍સાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને તાજેતરમાં ચાલતો પ્રેમી સોનમ-રાજનો પતિ રાજાનો હત્‍યાકાંડ, એ પહેલા મુસ્‍કાન રસ્‍તોગીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની કરેલી હત્‍યાનો કાંડ અને હવે શ્‍ભ્‍ની આ મુસ્‍કાનનો કાંડ. આ બંને મુસ્‍કાનના કાંડમાં મોડેસ ઓપરેન્‍ડી સરખી જ છે, પ્રેમ માટે હત્‍યા. બદલાયા છે તો, ફક્‍ત પાત્રો. કારણ કે પહેલી મુસ્‍કાને પ્રેમ પામવા માટે પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્‍યારે આ મુસ્‍કાને પોતાના સંતાનોની હત્‍યા કરી છે.(૪૦.૫)

(10:00 AM IST)