<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અસીમ મુનીર દ્વારા તાલીમ પામેલા સૈનિકોએ પહેલગામમાં હિન્‍દુ પ્રવાસીઓની હત્‍યા કરી

૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં NIA એ બે કાશ્‍મીરીઓની ધરપકડ કરી છે. આ બંનેની પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે ર કાશ્‍મીરીઓ દ્વારા સનસનાટીભર્ર્યો ખુલાસો

શ્રીનગર તા. ૨૩ : જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે હિન્‍દુ પ્રવાસીઓ પર થયેલા હત્‍યાકાંડની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્‍સી (NIA) એ આ હુમલાને અંજામ આપવામાં આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં બે કાશ્‍મીરીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથર તરીકે થઈ છે, જેમના પર હુમલા પહેલા આતંકવાદીઓને આશ્રય, ખોરાક અને લોજિસ્‍ટિકલ સપોર્ટ આપવાનો આરોપ છે. આ બંનેની પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્‍યું છે કે હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્‍તાની નાગરિક હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા.

NIA સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે થઈ છે, જે કથિત રીતે પાકિસ્‍તાનના સ્‍પેશિયલ ફોર્સ યુનિટ ‘સ્‍પેશિયલ સર્વિસ ગ્રુપ' (SSG) ના ભૂતપૂર્વ પેરા કમાન્‍ડો હતા. મુસા થોડા મહિનાઓથી કાશ્‍મીરમાં સક્રિય હતો અને ઓક્‍ટોબર ૨૦૨૪માં  ગંગાનગીર (ગાંદરબલ) અને બુટા પત્રીમાં થયેલા બે આતંકવાદી હુમલાઓનો પણ ભાગ હતો, જેમાં કુલ ૧૦ લોકો માર્યા ગયા હતા.

સૂત્રો કહે છે કે હાશિમ મુસાને SSG તરફથી લશ્‍કર-એ-તૈયબાને   ‘લોન' આપવામાં આવ્‍યું હતું જેથી તે સુરક્ષા દળો અને બિન-સ્‍થાનિક નાગરિકો પર લક્ષિત હુમલા કરી શકે. તેના સહયોગીઓમાં અન્‍ય એક પાકિસ્‍તાની આતંકવાદી અલીભાઈ અને સ્‍થાનિક આતંકવાદી આદિલ હુસૈન ઠોકરનો સમાવેશ થાય છે. આદિલે પાકિસ્‍તાનમાં આતંકવાદી તાલીમ લીધી હતી.

ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના અહેવાલ મુજબ, NIA એ પરવેઝ અને બશીરની ધરપકડ કરતા પહેલા લગભગ ૧૫ ઓવરગ્રાઉન્‍ડ વર્કર્સ (OGW) ના ટેકનિકલ સર્વેલન્‍સ અને ઇનપુટ્‍સનું વિશ્‍લેષણ કર્યું હતું. આ બધા લોકોનો હુમલાખોરો સાથે સીધો કે પરોક્ષ સંપર્ક હતો અથવા તેમને કાવતરાની આંશિક જાણકારી હતી. તપાસમાં એ પણ બહાર આવ્‍યું છે કે આતંકવાદીઓ પાકિસ્‍તાની હેન્‍ડલર્સ સાથે સંપર્કમાં હતા અને વાતચીત કરવા માટે ‘અલ્‍ટ્રા'જેવી ચીની એપ્‍સનો ઉપયોગ કરી રહ્યા હતા. NIAને શંકા છે કે હુમલાખોરો હજુ પણ ત્રાલ-કુલગામ-અનંતનાગના જંગલોમાં છુપાયેલા છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને જમ્‍મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેની કસ્‍ટડીમાં પૂછપરછથી હુમલા પાછળના કાવતરા અને પાકિસ્‍તાન સાથેના તેના સંબંધો વિશે મહત્‍વપૂર્ણ માહિતી મળવાની અપેક્ષા છે. આヘર્યજનક રીતે, પરવેઝ અને બશીરનો અત્‍યાર સુધી કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો, જેનાથી તપાસ એજન્‍સી પણ ચોંકી ગઈ છે.

NIA એ બંનેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ ની કલમ ૧૯ હેઠળ ધરપકડ કરી છે.

(12:14 PM IST)