હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ ૭૭

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૭૭ ‘‘ જયારે ચંદ્રમાં વગર વરસાદની રાત ઉપલબ્ધ ના હોય તો આંખો બંધ કરો અને પોતાની સામે અંધકારને જુઓ, પછી આંખો ઉઘાડીને અંધકારને જુઓ. આ પ્રકારે દોષ હંમેશ માટે વિલીન થઇ જાય છે. ''
મે કહ્યું કે જો તમે આંખો બંધ કરી લેશો તો જે અંધકાર મળશે તે જુઠ્ઠો અંધકાર હશે. તો શું કરવામાં આવે જે ચંદ્રમાહીન રાત, અંધારી રાત ના હોય? જો ચંદ્ર હોય અને ચાંદનીનો પ્રકાશ હોય તો શું કરાય? આ સુત્ર એની ચાવી આપે છે.
આરંભમાં આ અંધારૂં જુઠું હશે. પરંતુ તમે એને સાચું બનાવી શકો છો અને એને સાચું બનાવવાનો ઉપાય છે. પહેલા પોતાની આંખો બંધ કરીને અંધકારને જુઓ. પછી આંખો ઉઘાડીને તમે ભીતર જોયો એને બહાર જુઓ જો તે બહાર વિલીન થઇ જાય તો એનો અર્થ છે કે જે અંધકાર તમે ભીતર જોયો હતો તે જુઠ્ઠો હતો.
આ થોડું વધુ કઠણ છે. પહેલી વિધિમાં તમે અસલી અંધકારને ભીતર લઇ ચાલો છો, બીજી વિધિમાં તમે જુઠ્ઠા અંધકારને બહાર લાવો છો. એને બહાર લાવતા રહો. આંખો બંધ રાખો અને અંધકારને મહેસુસ કરો. આંખો ખોલો અને ખુલ્લી આંખોથી અંધારાને બહાર જુઓ. આ રીતે તમે ભીતરના જુઠ્ઠા અંધકારને બહાર ફેંકતા રહો.
આમ કરવામાંઓછામાં ઓછા ત્રણ થી છ સપ્તાહ લાગશે અને ત્યારે એક દિવસ અચાનક ભીતરના અંધકકારને બહાર લાવવામાં સફળ થઇ જશો અને જે દિવસે તમે ભીતરના અંધકારને બહાર લાવી શકો તો તમે સાચા આંતરિક અંધકારને મેળવી લીધો. સાચાને જ એને બહાર લાવી શકાય છે. જુઠ્ઠાની નહી લાવી શકાય. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
