<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ટ્રમ્‍પના ગુણગાન ગાતા પાકિસ્‍તાને ગુલાંટ મારીઃ ઈરાનનો પરમાણુ સુવિધાઓ પરના યુએસ હુમલાઓની ઝાટકણી

 

ઈસ્‍લામબાદઃ ભારત-પાકિસ્‍તાન સંઘર્ષ દરમિયાન રાજદ્વારી હસ્‍તક્ષેપ માટે રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ૨૦૨૬ ના નોબેલ શાંતિ પુરસ્‍કાર માટે ભલામણ કર્યાના એક દિવસ પછી, પાકિસ્‍તાને રવિવારે ઈરાની પરમાણુ સુવિધાઓ પરના યુએસ હુમલાઓની નિંદા કરી. અમેરિકન યુદ્ધ વિમાનો અને સબમરીન દ્વારા ઈરાનમાં ત્રણ મુખ્‍ય પરમાણુ સ્‍થળો પર બૉમ્‍બ હુમલો કર્યાના કલાકો પછી, પાકિસ્‍તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઈરાન સામે ઇઝરાયલના યુદ્ધમાં સત્તાવાર રીતે જોડાયા પછી જણાવ્‍યું હતું કે, અમે આ ક્ષેત્રમાં તણાવમાં વધુ વધારો થવાથી ગંભીર ચિંતિત છીએ

(12:21 PM IST)