News of Monday, 23rd June 2025
અનેક ટ્રેનોમાં મહિલાઓ માટે સીટો અનામત
તમે જાણો છો?

નવી દિલ્હીઃ મહિલા મુસાફરો માટે ભારતીય રેલ્વે રિઝર્વેશન ક્વોટા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ૧૯૮૯ના રેલ્વે કાયદા હેઠળ, ટ્રેનોમાં મહિલા મુસાફરો માટે ખાસ બર્થ અનામત રાખવાની જોગવાઈ છે. આ કાયદાની કલમ ૫૮ મુજબ, લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સ્લીપર ક્લાસમાં છ બર્થ અને ગરીબ રથ, રાજધાની, દુરંતો અને સંપૂર્ણ વાતાનુકૂલિત એક્સપ્રેસ ટ્રેનોના 3AC વર્ગમાં છ બર્થ મહિલા મુસાફરો માટે અનામત રાખવામાં આવ્યા છે, પછી મહિલાની ઉંમર ગમે તે હોય. આ ઉપરાંત, રેલ્વે કાયદા હેઠળ, સ્લીપર ક્લાસમાં દરેક કોચમાં છ થી સાત લોઅર બર્થ, થ્રી ટાયર એસીમાં ચાર થી પાંચ લોઅર બર્થ અને ટુ ટાયર એસીમાં ત્રણ થી ચાર લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો, ૪૫ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલા મુસાફરો અને ગર્ભવતી મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
