<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વિસાવદર‘‘આપ''ની જીત અને ભાજપની હારના કારણો શુ?

ભાજપના અસંતુષ્ઠોએ કેટલો ભાગ ભજવ્‍યો હોય..? તે પણ વિચાર માંગી લ્‍યે : ચારેકોર ચર્ચાતો પ્રશ્‍ન લાખ પ્રયત્‍નો છતા નિષ્‍ફળતા મળતા ભાજપ છાવણીમા સન્‍નાટો

 

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩: સમગ્ર ગુજરાતમાં ધ્‍યાનાકર્ષક બનેલ વિસાવદર વિધાનસભાની બેઠક પર આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાનો વિજય થયો છે જ્‍યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો ૧૭૫૮૧ મતની લીડથી પરાજય થયો છે.

આ પેટા ચૂંટણીમાં ભાજપે કોઈ કચાસ રાખી ન હતી..બબ્‍બે વખત મુખ્‍યમંત્રીશ્રી તથા પ્રદેશ પ્રમુખ, વર્તમાન મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો, પ્રદેશ સંગઠનના અગ્રેસરો વિસાવદર આવ્‍યા હતા..પ્રચાર-પ્રસાર બધુ જ આયોજન કાબીલે દાદ હતુ છતાયે ભાજપને સફળતા કેમ ન મળી..? તે અંગે વ્‍યાપક ચર્ચા છે.

જો કે, વિસાવદર બેઠકનો ઈતિહાસ રહ્યો છે કે, મોટા ભાગે સત્તાધારી પક્ષના વિરૂધ્‍ધના જ ઉમેદવારો ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે...આ મતક્ષેત્રની પ્રજાના મન કળવા હંમેશા મુશ્‍કેલ રહ્યા છે. અહિંની પ્રજા હંમેશા ખેડૂત-પ્રતિનિધિ..ખેડૂતોના પ્રશ્‍નો ઉઠાવનારને ચૂંટે છે. કુરજીભાઈ ભેસાણીયા-કેશુભાઈ પટેલ અહીંથી ચૂંટાયા હતા. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ‘‘આપ'' ના ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જાહેર થઇ એ પહેલા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે બે મહિના પહેલા પડાવ નાખી દીધો હતો..તેઓએ સમગ્ર મત વિસ્‍તારના એક એક ગામની મુલાકાત લીધી હતી..દરેક ગામના આગેવાનો-મતદારોને મળ્‍યા હતા..ગામના પ્રશ્‍નો સાંભળ્‍યા હતા..અને આ પ્રશ્‍નોની નોંધની એક ડાયરી બનાવી હતી..ખેડૂતોના પ્રશ્‍ને આક્રમક મિજાજ દાખવ્‍યો હતો..ખેડૂતોને થયેલ અન્‍યાય-વેદનાને ઉજાગર કરી હતી...ઈટાલીયાએ ખૂદની જ આભા એવી ઉભી થઈ ગયેલ કે, મતદારોના મનમાં એક વાત બેસી ગઈ હતી કે, આ માણસ કંઈક કરી બતાવશે અને આ વાતે જ ઈટાલીયાને જીતાડયાને માનનારો વર્ગ મોટો છે.

સામાપક્ષે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ બે ટર્મ જિલ્લા ભાજપના પ્રમુખ તથા યાર્ડના ચેરમેન અને સહકારી બેંકના પ્રમુખ હોય, સ્‍વભાવિક સંતોષ-અસંતોષના કારણો હોય શકે...આ ઉપરાંત ભાજપના અસંતુષ્ઠોએ કેટલો ભાગ ભજવ્‍યો હોય..? તે પણ વિચાર માંગી લ્‍યે છે..આમ ભાજપના લાખ પ્રયત્‍નો છતા સફળતા ન મળતા સન્‍નાટોજોવા મળે છે.  (૩.૧૬)

(3:09 PM IST)