<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વિસાવદરમાં ભર ચોમાસે ‘ગોપાલ'નું વાવાઝોડુઃ ભાજપ-કોંગ્રેસ સાફ

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો ૧૭પ૮૧ મતથી વિજયઃ ભાજપના કિરીટ પટેલને પ૮૩રપઃ કોંગ્રેસનાં નિતીન રાણપરીયાને પ૪૯૧ મત મળ્‍યા : આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાને ૭પ૯૦૬ મત મળ્‍યા

 

(વિનુ જોશી- યાસીન બ્‍લોચ દ્વારા)જુનાગઢ-વિસાવદર તા. ૨૩ :. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આખરે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો ૭૧૫૮૧ મતથી વિજય થતા તેમની છાવણીમાં હરખની હેલી છવાઈ ગઈ છે. બીજી તરફ ભાજપના કિરીટ પટેલનો પરાજય થતા તેમની હાર પાછળનું કારણ મેળવવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી છે.

આ બેઠકની પેટા ચૂંટણી માટે ૫૬.૮૯ ટકા મતદાન થયું હતું. જોકે નવા વાઘણીયા અને માલીડા મત કેન્‍દ્ર પર શનિવારે ફેર મતદાન થયું હતું. જેને લઈને મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો.

દરમિયાન આજે સવારે જુનાગઢ કળષિ યુનિવર્સિટીની ઇજનેરી કોલેજ ખાતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્‍ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાને ૪૦૪૨, ભાજપના કિરીટ પટેલને ૩૦૯૭ અને કોંગ્રેસના ઉમેદવાર નિતીન રાણપરીયાને ૨૦૧ મત મળ્‍યા હતા. ત્રીજા રાઉન્‍ડથી ગોપાલ ઇટાલીયા કરતા ભાજપના કિરીટ પટેલ ૧૦૪૮૬ મત મેળવીને આગળ થયા હતા. પરંતુ સાતમાં રાઉન્‍ડમાં ૨૬૫૪૮ મત સાથે ગોપાલ ઇટાલીયાએ સરસાઈ મેળવવાનું શરૂ કર્યું હતું. બાદમાં છેલ્લા ૨૧માં રાઉન્‍ડ સુધી ગોપાલ ઇટાલીયાએ સરસાઇ જાળવી  રાખીને મત મેળવી મુખ્‍ય હરીફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને મતથી  પરાજય આપ્‍યો હતો.

૨૧માં રાઉન્‍ડની મતગણતરીના અંતે ગોપાલ ઇટાલીયા અને ૭૫૯૦૬, કિરીટ પટેલને ૫૮૩૨૫ કોંગ્રેસના નીતિન રાણપરીયા અને ૫૪૯૧ મત મળ્‍યા હતા.

આમ ગોપાલ ઇટાલીયાનો ૧૭,૫૮૧ મતથી વિજય થતા તેની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી અને વરસતા વરસાદમાં વિજય ઉત્‍સવ મનાવ્‍યો હતો.

 વિસાવદર વિધાનસભા બેઠક પર કબજો જમાવતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને વિજયી બનાવવા માટે મુખ્‍યમંત્રી પ્રદેશ પ્રમુખ પ્રધાનો અને ખાસ કરીને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા સહિતનાએ એડીચોટીનું જોર લગાવ્‍યું હતું છતાં પણ ભાજપનો પરાજય થતા તેની પાછળનું કારણ મેળવવા મંથન શરૂ કરી દેવામાં આવ્‍યું છે.  ભર ચોમાસે ગોપાલ ઇટાલીયાનું વાવાઝોડુ ફુંકાતા ભાજપ-કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. (પ-ર૧)

 

 

 

 

 

 

(3:10 PM IST)