News of Monday, 23rd June 2025
૧૫ મિનિટમાં રોકાણકારોએ ૩ લાખ કરોડ ગુમાવ્યાઃ બજાર તૂટવાના ૪ કારણો
બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ રૂ.૪૪૮ લાખ કરોડથી ઘટીને લગભગ રૂ.૪૪૫ લાખ કરોડ થયું, આનો અર્થ એ થયો કે રોકાણકારોએ ટ્રેડિંગની માત્ર પ્રથમ ૧૫ મિનિટમાં લગભગ રૂા.૩ લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ, તા.૨૩: સોમવારે શરૂઆતના કારોબારમાં નબળા વૈશ્વિક સંકેતો અને વ્યાપક વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૮૧,૪૮૮ ની નીચી સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૪,૮૫૦ ની નીચે સરકી ગયો. સેન્સેક્સ તેના અગાઉના બંધ ૮૨,૪૦૮.૧૭ ની સામે ૮૧,૭૦૪.૦૭ પર નબળો ખુલ્યો અને ૧% થી વધુ ઘટીને ૮૧,૪૮૮.૫૪ ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો. નિફ્ટી૫૦ પણ ૨૪,૯૩૯.૭૫ પર ખુલ્યો, જે અગાઉના બંધ ૨૫,૧૧૨.૪૦ ની સામે હતો અને ૧% થી વધુ ઘટીને ૨૪,૮૩૪.૫૫ ની નીચી સપાટીએ પહોંચ્યો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ લગભગ ૧% ઘટયા હતા.
બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા સત્રમાં લગભગ રૂ.૪૪૮ લાખ કરોડથી ઘટીને લગભગ રૂ.૪૪૫ લાખ કરોડ થયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ ટ્રેડિંગની માત્ર પ્રથમ ૧૫ મિનિટમાં લગભગ રૂ.૩ લાખ કરોડ ગુમાવ્યા.
૧. ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાનો હસ્તક્ષેપઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવને કારણે બજારના મૂડ પર ખરાબ અસર પડી છે. આનાથી એ આશા ઠગારી નીવડી છે કે આ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ લાંબો સમય નહીં ચાલે. શનિવારે, અમેરિકાએ ઈરાન પર અચાનક હુમલો કર્યો, જેમાં તેના ત્રણ પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા, જેનાથી મધ્ય પૂર્વની પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના બોમ્બમારાથી પヘમિ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની છે, તેમ છતાં બજાર પર તેની અસર મર્યાદિત રહેવાની શકયતા છે. અનિヘતિતાનું મુખ્ય પરિબળ ઈરાની પ્રતિક્રિયાનો સમય અને પ્રકળતિ છે. જો ઈરાન આ ક્ષેત્રમાં અમેરિકન સંરક્ષણ સુવિધાઓને નિશાન બનાવે છે અથવા અમેરિકન લશ્કરી કર્મચારીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે, તો અમેરિકન પ્રતિક્રિયા વિશાળ હોઈ શકે છે, અને આ કટોકટીને વધુ ખરાબ કરી શકે છે.
૨. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની ધમકીઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની સુપ્રીમ નેશનલ સિકયુરિટી કાઉન્સિલ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની શકયતા શોધી રહી છે. તે વિશ્વ માટે એક મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ છે. બ્લૂમબર્ગના મતે, વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ દરરોજ આ માર્ગેથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ક્રૂડ ઓઇલ સપ્લાયમાં ભારે વિક્ષેપ પડશે, તેલના ભાવ આસમાને પહોંચશે અને ભારત જેવા મુખ્ય તેલ આયાતકાર દેશોની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.
૩. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારોઃ નિષ્ણાતો માને છે કે લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઼૮૦ પ્રતિ બેરલથી ઉપર રહેવાથી ભારતના રાજકોષીય ગણિત માટે નકારાત્મક પરિણામ આવશે, જેનાથી તેની વેપાર ખાધ વધુ ખરાબ થશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરી શકે છે, રૂપિયો નબળો પડી શકે છે, કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો કરી શકે છે અને તેમના નફા પર દબાણ લાવી શકે છે.
૪. તેલ અને રૂપિયા પર અસરઃ શનિવારે અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ પડવાની વધતી ચિંતા વચ્ચે સોમવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ૨% થી વધુ વધીને ઼૭૯ પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયા. દરમિયાન, સોમવારે શરૂઆતના કારોબારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ૧૭ પૈસા ઘટીને ૮૬.૭૨ પ્રતિ ડોલર થયો.
બજારની આ અસ્થિરતા વચ્ચે, નિષ્ણાતો રોકાણકારોને સાવચેત રહેવા અને ગભરાટમાં વેચવાલી કરવાને બદલે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. તેલના ભાવમાં વધારો થવાને કારણે તેલ માર્કેટિંગ કંપનીઓના શેર દબાણ હેઠળ છે. આગામી દિવસોમાં ઈરાનની પ્રતિક્રિયા અને વૈશ્વિક તેલ બજારની ગતિવિધિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
