<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

હવાઈ મુસાફરી થઈ મોંઘીઃમિડલ ઈસ્‍ટ સંકટને કારણે ભાડામાં વધારો

ઈરાન ઇઝરાયલ વોરમાં પેસેન્‍જરોના ખિસ્‍સા પર ભાર વધ્‍યો : ઈરાન પર અમેરિકાના હુમલા પછી, મધ્‍ય પૂર્વમાં હવાઈ ટ્રાફિકમાં પડકારો વધ્‍યા છે, એરલાઇન્‍સ હવે સલામત રૂટ પર ઉડાન ભરી રહી છે, જેના કારણે ફ્‌લાઇટનો સમય અને ખર્ચ વધી રહ્યો છે, આ નુકસાનનો ભોગ મુસાફરો બની રહ્યા છે

 

 

નવી દિલ્‍હી, તા.૨૩: અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્‍થળો પર હુમલો કર્યા પછી મધ્‍ય પૂર્વમાં હવાઈ ટ્રાફિકને પડકારોનો સામનો કરવો પડ્‍યો છે. વધતી જતી સુરક્ષા ચિંતાઓને કારણે, એરલાઇન્‍સ હવે પ્રદેશના હવાઈ ક્ષેત્રના મોટા ભાગોમાંથી ઉડાન ભરવાનું ટાળી રહી છે, જેના કારણે ફ્‌લાઇટમાં વિલંબ, ફ્‌લાઇટનો સમય અને ખર્ચમાં વધારો થયો છે.

ફ્‌લાઇટ ટ્રેકિંગ સેવા Flightradar24 અનુસાર, કોમર્શિયલ વિમાનો ઈરાન, ઇરાક, સીરિયા અને ઇઝરાયલ જેવા દેશો ઉપર ઉડવાનું ટાળી રહ્યા છે અને તેમના રૂટ બદલી રહ્યા છે. તેના બદલે, તેઓ કેસ્‍પિયન સમુદ્ર, ઇજિપ્ત અથવા સાઉદી અરેબિયા જેવા સુરક્ષિત વિસ્‍તારો દ્વારા લાંબા રૂટ લઈ રહ્યા છે. આ ફેરફાર ઇંધણનો વપરાશ વધારી રહ્યો છે અને ફ્‌લાઇટ કામગીરી વધુ ખર્ચાળ બનાવી રહ્યો છે.

દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્‍ડલ X પર શેર કરાયેલી એક પોસ્‍ટમાં કહેવામાં આવ્‍યું છે કે, ગયા અઠવાડિયે લાદવામાં આવેલા હવાઈ ક્ષેત્રના નિયંત્રણોને પગલે, યુએસ હુમલાઓ પછી વાણિજ્‍યિક વિમાનો ઉચ્‍ચ જોખમી વિસ્‍તારોમાં ઉડવાનું ટાળી રહ્યા છે.

મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વધી રહ્યા હોવાથી મધ્‍ય પૂર્વ ક્ષેત્રમાં પરિસ્‍થિતિ તણાવપૂર્ણ રહે છે. ઉડ્ડયન જોખમ દેખરેખ જૂથ સેફ એરસ્‍પેસે ચેતવણી આપી છે કે યુએસ હુમલાઓ મધ્‍ય પૂર્વની નજીક ઉડતી યુએસ એરલાઇન્‍સ માટે જોખમ વધારી શકે છે.

જોકે અત્‍યાર સુધી નાગરિક વિમાનો માટે કોઈ સીધો ખતરો નથી, જૂથે કહ્યું કે ઈરાન યુએસ લશ્‍કરી થાણાઓને નિશાન બનાવીને અથવા હિઝબુલ્લાહ જેવા તેના સાથીઓનો ઉપયોગ કરીને જવાબ આપી શકે છે. સેફ એરસ્‍પેસે ચેતવણી પણ આપી હતી કે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્‍ત આરબ અમીરાત જેવા અન્‍ય ગલ્‍ફ દેશો પણ વધુ જોખમમાં હોઈ શકે છે.

ઇઝરાયલની મુખ્‍ય એરલાઇન્‍સ (એલ અલ, આર્કિયા અને ઇઝરાયર) એ ઇઝરાયલી નાગરિકોને ઘરે પાછા લાવવા માટે બચાવ ફ્‌લાઇટ્‍સ ચલાવવાનું બંધ કરી દીધું છે. એલ અલ એલે એ પણ જાહેરાત કરી હતી કે તેની નિયમિત વ્‍યાપારી ફ્‌લાઇટ્‍સ ઓછામાં ઓછી ૨૭ જૂન સુધી સ્‍થગિત રહેશે. (

(3:44 PM IST)