<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પાનકાર્ડ મેળવવા માટે હવે આધારકાર્ડ જરૂરી બનશે

૧ જુલાઇથી નવો નિયમ થશે લાગુ : બનાવટી પાનકાર્ડ પર અંકુશ આવશે : કરચોરી પર કાબુ મેળવી શકાશે

નવી દિલ્‍હી, તા.૨૩: જો તમે નવું પાન કાર્ડ લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સ (ઘ્‍ગ્‍ઝવ્‍) એ એક નવો નિયમ લાગુ કર્યો છે, જે હેઠળ ૧ જુલાઈ, ૨૦૨૫ થી પાન કાર્ડ માટે આધાર નંબર અને આધાર વેરિફિકેશન ફરજિયાત બનશે. આ એક મોટો ફેરફાર છે, કારણ કે અત્‍યાર સુધી પાન કાર્ડ મેળવવા માટે આધાર જરૂરી નહોતો અને કોઈપણ માન્‍ય ઓળખ કાર્ડ અને જન્‍મ પ્રમાણપત્ર આ માટે પૂરતા હતા. આ ફેરફાર કરવામાં આવ્‍યો કારણ કે નિષ્‍ણાતો માને છે કે આધાર આધારિત વેરિફિકેશનનું આ પગલું ઘણા મહત્‍વપૂર્ણ હેતુઓ પૂરા કરશે અને ડિજિટાઇઝેશનને પ્રોત્‍સાહન એટલે કે તે પ્રક્રિયાને વધુ ડિજિટલ બનાવશે તેમજ જવાબદારી અને પાલન એટલે કે  કર ભરવામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્‍ચિત કરશે.

કરચોરી પર કાબુ એટલે કે સરકાર માને છે કે આ પગલું કરચોરી અટકાવવામાં મદદ કરશે. જે લોકો પોતાની આવક છુપાવે છે તેમની સામે કડક કાર્યવાહી કરી શકાય છે. નિષ્‍ણાતો એમ પણ કહે છે કે પાન બનાવવા માટે આધારને ફરજિયાત બનાવવાથી નકલી પાન કાર્ડ અસરકારક રીતે બંધ થશે. હજુ પણ ઘણા છેતરપિંડી કરનારાઓ નકલી પાન કાર્ડ બનાવીને ખોટા કાર્યો કરે છે. હવે આધારના બાયોમેટ્રિક વેરિફિકેશનને કારણે આ બધું શકય બનશે નહીં. ભારતીય આવકવેરા વિભાગના નિયમો અનુસાર, કોઈપણ વ્‍યક્‍તિને એક કરતાં વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. જો કોઈ વ્‍યક્‍તિ પાસે એક કરતાં વધુ પાન કાર્ડ હોવાનું જાણવા મળે છે, તો તેને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. નવો નિયમ આવી છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે હાલના પાન કાર્ડ ધારકો માટે તેમના આધારને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૫ છે. સારી વાત એ છે કે આ સમયગાળા સુધી લિંક કરવા માટે કોઈ દંડ થશે નહીં. જો કોઈ વ્‍યક્‍તિ આ તારીખ સુધીમાં તેમના આધારને પાન સાથે લિંક નહીં કરે, તો આગામી વર્ષથી તેમનું પાન કાર્ડ નિષ્‍ક્રિય કરવામાં આવશે. બધા હાલના પાન કાર્ડ ધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર તેમના પાનને આધાર સાથે લિંક કરાવે.

(3:58 PM IST)