<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ભાજપના રાષ્‍ટ્રીય નેતાઓ દ્વારા વિજયભાઇ રૂપાણીને પુષ્‍પાંજલી અર્પણ

 

રાજકોટ : ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ તરફથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીની શ્રધ્‍ધાંજલી સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા, રાષ્‍ટ્રીય સંગઠનમંત્રી વી. સતીષ, રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી હરભજન શર્મા, પ્રદેશ પ્રમુખ અને કેન્‍દ્રીય મંત્રી સી. આર. પાટેલ, મંત્રી નિમુબેન બાંભણીયા, સંગઠન મહામંત્રી રત્‍નાકરજી, પંજાબના મહામંત્રી, પૂવ પ્રદેશ પ્રમુખ પરષોતમભાઇ રૂપાલા, સી. આર. ફળદુ, જીતુભાઇ વાઘાણી, સંઘના પ્રાંત પ્રચારક, એ.બી.વી.પી. પ્રાંત પ્રચારક, રાજય સરકારના મંત્રીઓ, સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, પૂર્વ ધારાસભ્‍યો, દરેક જિલ્લાના પ્રભારીઓ, પ્રમુખો, ગુજરાત સંગઠન એકમના દરેક પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી સમર્પિત કરવામાં આવી હતી.

(4:37 PM IST)