<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ગુજરાતની બન્ને પેટાચૂંટણીમાં પરાજય બાદ ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ : શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું!

 

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પક્ષના કારમા પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

ખાસ કરીને વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પરના પરિણામોને તેમણે "આઘાતજનક" ગણાવ્યા હતા અને આ હાર બાદ તેમણે તાત્કાલિક આ નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

 

(4:45 PM IST)