<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વૈશ્વિક સંકેતના પગેલ સપ્તાહના પ્રારંભે સોના ચાંદીના ભાવમાં નજીવી વધઘટ

જવેલર્સ અને સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં ઘટાડો :

નવી દિલ્હી :સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 160 રૂપિયા ઘટીને 99,800 પ્રતિ 10 ગ્રામ થયા છે.

જ્યારે 99.5 સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 99,100 રૂપિયા થયો છે.ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું કે કિંમતોમાં આ ઘટાડો જ્વેલર્સ અને સ્ટોકિસ્ટો દ્વારા સતત વેચાણને કારણે આવ્યો છે. જોકે સોમવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1,05,200 પર સ્થિર રહ્યો છે.

સમાચાર મુજબ, વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ નજીવો ઘટીને 3,365.40 ડોલર પર આવી ગયો હતો .સોમવારે સોનાના ભાવ થોડા સમય માટે વધીને 3,413.80 ડોલર પ્રતિ ઔંસ થયા હતા.

પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો હતો કારણ કે રોકાણકારો તેહરાન પરના હવાઈ હુમલામાં યુએસની સંડોવણી બાદ ઈરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાના GDP ડેટા, ચાવીરૂપ ફુગાવાના આંકડા સહિત આર્થિક ઘટનાક્રમોને લઈ રાહ જોવામાં આવી રહી છે.

(9:39 PM IST)