<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ઓ બાપ રે... ૯ બાળકોની માતા પ્રેમમાં પડીઃ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધોઃ શબ ઠેકાણે પાડયું

બાળકોને તરછોડી પ્રેમી સાથે છનન થઇ ગઇઃ યુપીનો કિસ્‍સો

 

 

કાસગંજ તા.૨૪: ઉત્તર પ્રદેશના કાસગંજમાં ૯ બાળકોની માતાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની ક્રૂરતાથી હત્‍યા કરી નાખી. મામલો પટિયાલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ભરગેન ગામનો છે. જ્‍યાં બંધ ઈંટના ભઠ્ઠામાંથી એક મજૂરનો મળતદેહ મળી આવ્‍યો હતો. મળતકની ઓળખ કૈમગંજના રહેવાસી રતિરામ નાટ તરીકે થઈ છે. હવે આ કેસમાં પોલીસે રતિરામની પત્‍ની રીના અને તેના પ્રેમી હનીફ વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરી છે. હાલમાં, હત્‍યા બાદ, રીના તેના ૯ બાળકોને છોડીને ફરાર છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે રીના અને તેના પ્રેમીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ભાર્ગેન ગામમાં મજૂર તરીકે કામ કરવા આવેલા રતિરામ નાટનો મળતદેહ એક નિર્જન ઈંટના ભઠ્ઠામાંથી મળી આવ્‍યો હતો. જેના કારણે વિસ્‍તારમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ પહોંચી ગઈ. પોલીસ તપાસમાં જાણવા મળ્‍યું છે કે રતિરામની પત્‍ની રીનાને હનીફ નામના યુવક સાથે ગેરકાયદેસર સંબંધ હતા. જેના કારણે બંને વચ્‍ચે લાંબા સમય સુધી ઝઘડા થતા રહ્યા. આ મતભેદો વચ્‍ચે, રીનાએ તેના પ્રેમી હનીફ સાથે મળીને રતિરામની હત્‍યાનું કાવતરું ઘડ્‍યું.

બંનેએ સાથે મળીને તકનો લાભ ઉઠાવ્‍યો અને ઈંટના ભઠ્ઠા પર રતિરામની હત્‍યા કરી નાખી. હત્‍યા પછી, રીના તેના ૯ બાળકોને છોડીને ભાગી ગઈ. પોલીસે જણાવ્‍યું કે ભાર્ગેન ગામમાં એક પુરુષની તેની પત્‍નીએ તેના પ્રેમી સાથે મળીને હત્‍યા કરી હતી.

આ મહિલા ૯ બાળકોની માતા પણ છે. હત્‍યા બાદથી મહિલા તેના પ્રેમી સાથે ફરાર છે. બંનેની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બંનેની ધરપકડ કરવામાં આવશે. જો હત્‍યામાં અન્‍ય કોઈ સંડોવાયેલ હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે.(૩૮.૭)

(9:46 AM IST)