<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

કરદાતાની આવક અંગેની માહિતી હવે ઇન્‍કમટેક્‍સની AIS એપમાં

એન્‍યુઅલ ઇન્‍ફોર્મેશન સ્‍ટેટમેન્‍ટઃ ચોક્કસ માહિતી ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં ન આપો તો પકડાઇ જશો ટીડીએસ, સ્‍ટેટમેન્‍ટ ઓફ ફાયનાન્‍સિયલ ટ્રાન્‍ઝેકશન, વિવિધસ્ત્રોતમાંથી મળેલી માહિતી પણ તંત્ર પાસે

નવી દિલ્‍હી તા.૨૪: ઇન્‍કમટેક્‍સ વિભાગ પાસે કરદાતાની નાણાંકીય વર્ષ દરમિયાન મૂળ સ્‍થાને કર કપાત, સ્‍ટેટમેન્‍ટ ઓફ ફાયનાન્‍સિયલ ટ્રાન્‍ઝેકશન, મિલકતની ખરીદ વેચાણ સહિતની તમામ પ્રકારની માહિતી હોય છે. ઇન્‍કમટેક્‍સ વિભાગે કરદાતાઓને સુગમતા રહે તે માટે એન્‍યુઅલ ઇન્‍ફોર્મેશન સ્‍ટેટમેન્‍ટ (AIS) નામની એપમાં આ માહિતી આપવાનું શરૂ કર્યું છે.ગુગલ પ્‍લે સ્‍ટોરમાંથી AIS એપ ડાઉન લોડ કરી શકાય છે. જો કરદાતા તેમની આવક સંબંધી વિગતો રિટર્નમાં યોગ્‍ય રીતે રજૂ ન કરે તો તેની સ્‍કુટિની થવાની સંભાવના હોય છે.

કરદાતા ઈ-ફાઈલિંગ પોર્ટલ ઉપર સ્‍વયં ઇન્‍કમટેક્‍સ રિટર્ન દાખલ કરવાનો પ્રયત્‍ન કરે તો તેને જોવા મળશે કે, તેનો મોટાભાગનો નાણાંકીય ડેટા પહેલાથી જ ભરેલો છે. આથી તંત્ર પાસે તમારા મોટાભાગના નાણાંકીય ડેટા ઈન્‍કમટેક્‍સ વિભાગ પાસે હોય છે ત્‍યારે એક પ્રશ્‍ન એ પણ થાય છેકે, AIS અને 29ASની શું જરૂર છે ?

જોકે આ દસ્‍તાવેજ ઈ ફાઇલિંગ વેબસાઈટ પર કરદાતાના તમામ નાણાંકીય આંકડાને સત્‍યાપિત કરવામાં કરદાતાની સહાયતા માટે છે. જેથી પૂર્ણ અને સટીક કોઈ ભૂલ વગરનું આવકવેરા માટે તંત્રને માહિતી રજૂ થઈ શકશે. વિવિધસ્ત્રોત પરથી તંત્રને ડેટા મળે છે ત્‍યારે કયારેક કોઈની ભૂલથી આ ડેટા ખોટા હોઈ શકે છે. આવી કોઈ વિસંગતતા હોય તો કરદાતા તે સુધારી શકે છે.

આ વર્ષે પગારદાર તથા જે કરદાતાઓના હિસાબો ઓડિટ કરાવવાના નથી તેમના માટે રિટર્ન ફાઈલ કરવાની અંતિમ સમય મર્યાદા ૧૫મી સપ્‍ટેમ્‍બર રાખવામાં આવી છે, ત્‍યારે કરાતાઓ ઈન્‍કમટેક્‍સની AIS એપ ડાઉનલોડ કરીને તેમની માહિતી ચકાસી શકે છે. કરદાતાની 29ASમાં જે માહિતી હોય છે તે માહિતી આ એપમાંથી ચકાસી શકે છે. કરદાતા AISમાં જે માહિતી રજૂ થઈ હોય તેમાં જો કોઈ ક્ષતિ હોય તો તેનો ફીડબેક તંત્રને રજૂ કરી શકે છે. ટેક્‍સ ક્રેડિટ સ્‍ટેટમેન્‍ટ વર્ષ દરમિયાન કરવામાં આવેલી મિલકતની ખરીદી, ઉચ્‍ચ મૂલ્‍યના નાણાંકીય રોકાણો અને ટીડીએસ - ટીસીએસ વ્‍યવહારોની વિગતો ધરાવે છે. AMSમાં કરદાતાની પગારની આવક, ડિવિડન્‍ડની આવક, બચત, નિヘતિ થાપણોમાંથી વ્‍યાજની આવક, શેર-સિકયોરિટીઝ, મ્‍યુચ્‍યુઅલ ફંડના વેચાણ અને ખરીદી વગેરેની નાણાંકીય વર્ષ દરમિયાનની હોય છે. આવી નાણાંકીય માહિતીની મદદથી કરદાતા માટે તેમના આવકવેરા રિટર્નમાં સાચી માહિતી નોંધાવવી સરળ બનશે. AISમાં દર્શાવવામાં આવેલી માહિતી બે ભાગમાં હોય છે. પ્રથમભાગ Aમાં કરદાતા સંબંધિત માહિતી પ્રદર્શિત થાય છે. જેમાં PAN, મારક્‍ડ આધાર નંબર, કરદાતાનું નામ, જન્‍મતારીખ, મોબાઈલ નંબર, ઈમેઈલ, કરદાતાનું સરનામું વગેરે હોય છે. જ્‍યારે ભાગ ૮માં મૂળ સ્‍વોત પર કરકપાત, મૂળસ્ત્રોત પર કર સંગ્રહ સંબંપિત માહિતી હોય છે. વિવિધ સંસ્‍થાઓ પાસેથી ઈન્‍કમટેક્‍સ વિભાગને મળેલી માહિતી SFT વિભાગમાં હોય છે, જેમાં એસએફટી કોડ, માહિતીનું વિવરણ અને સૂચના મૂલ્‍ય ઉપબલ્‍પ કરાવવામાં આવે છે. કર ચૂકવણી કરદાતાએ કરની ચુકવણી કરી હોય તેની માહિતી ભાગ ૧૩માં હોય છે. જેમાં આકારણી વર્ષ, એડવાન્‍સ ટેક્‍સની રકમ સરચાર્જ, અન્‍ય, બીએસઆર કોડ, ચલણનો સિરીયલ નંબર, જે તારીખે કર ચૂકવ્‍યો હોય તેની વિગત વગેરે દર્શાવવામાં આવી હોય છે. ભાગ ૧૮માં કરમાગણી અને રિફંડની વિગત પણ હોય છે. જેમાં આકારણી વર્ષ, કર ચૂકવણી કેવી રીતે થઇ, રિફંડ કેવી રીતે અને કેટલું કઈ તારીબે ચૂકવાયું તે સહિતની માહિતી હોય છે. આ તમામ માહિતી ખ્‍ત્‍લ્‍માં હોય છે.

TIS કઇ માહિતી હોય છે?

ટેક્‍સપેયર ઇન્‍ફોર્મેશન સમરી (TIS)માં કરદાતાએ મેળવેલા ડિવિડન્‍ડ, બચત ખાતાઓમાંથી મળેલું વ્‍યાજ, ડિપોઝિટ ઉપર મળેલું વ્‍યાજ, સિકયુરિટીઝ અને મ્‍યુચ્‍યુઅલ ફંડના યુનિટના વેચાણ, બિઝનેસ રિસિપ્‍ટ ટાઇમ ડિપોઝિટમાં રોકાણ સિકયુરિટીઝ અને મ્‍યુચ્‍યુઅલ ફંડના યુનિટની ખરીદીની માહિતી હોય છે. તમામ માહિતી રૂપિયામાં હોય છે.

છેલ્લા ત્રણ વર્ષની માહિતી આ એપમાં હોય છે

કરદાતાના ઇન્‍કમટેક્‍સ સંબંધિત માહિતીઓ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ની તમામ વિગતો આ એપમાં દર્શાવવામાં આવી હોય છે. જેમાં સિસ્‍ટમ દ્વારા પ્રોસેસ કરાયેલી વિગતો અને સાથે સાથે કરદાતા દ્વારા સ્‍વીકાર કરાયેલી વિગતો,સ્ત્રોત દ્વારા સમર્થનની માહિતી હોય છે.

(11:51 AM IST)