<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સોનામાં કડાકો : ૧૦ ગ્રામે ૧૬૦૦ રૂા. તૂટયા

ઇરાન-ઇઝરાયેલ વચ્‍ચે સીઝફાયરના પગલે ભાવો તૂટયા : સોનાના ભાવ ઘટીને ૧,૦૦,૪૦૦ રૂા. થયા : ચાંદીમાં પ૦૦ રૂા. ઘટયા

 

 

રાજકોટ, તા., ૨૪:  ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચે યુધ્‍ધ વિરામની જાહેરાતને પગલે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે. સોનામાં ૧૦ ગ્રામે ૧૬૦૦ રૂા. તૂટયા છે. જયારે ચાંદીમાં પ૦૦ રૂા.નો ઘટાડો થયો છે.

ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચે યુધ્‍ધ વિરામની અમેરીકાએ જાહેરાત કરતા બુલીયન માર્કેટમાં ડોલરમાં ઘટાડો થતા સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૬૦૦ રૂા. ઘટી ગયા હતા ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૦૦,૪૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૧૬૦૦૦ રૂા.નું ગાબડુ પડયયું હતુંસ સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,ર૦,૦૦૦રૂા. હતા તે ઘટીને ૧૦,૦૪,૦૦૦ રૂા. થઇ ગયા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦ રૂા.નો ઘટાડો થતા ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૦૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૦૮,પ૦૦ રૂા. થયા છે.

યુધ્‍ધ વિરામના પગલે આગામી દિવસોમાં હજુ પણ સોના-ચાંદીના ભાવો ઘટશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું છે.

(3:06 PM IST)