<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ હવે પાઇલટ બનશે :વિમાન ઉડાડશે

કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) કોર્ષમાં પ્રવેશ માટે આપેલ ઇન્ટરવ્યૂમાં સફળ તેજ પ્રતાપ યાદવને જનરલ કેટેગરીમાંથી CPL કોર્ષ માટે પસંદ કરાયા :કોર્ષમાં ઔપચારિક રીતે નોંધણી કરાવીને પાઇલટ બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે

નવી દિલ્હી :લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ હવે પાઇલટ બનશે અને વિમાન ઉડાડશે. ફ્લાઇટ તાલીમ નિયામક દ્વારા તાજેતરમાં એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેજ પ્રતાપ યાદવને કોમર્શિયલ પાઇલટ (CPL) કોર્ષમાં પ્રવેશ મેળવવાની પરવાનગી મળી છે. તેજ પ્રતાપે 2023-24માં કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) કોર્ષમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો અને તેઓ આ ઇન્ટરવ્યુમાં સફળ થયા છે. ફ્લાઇટ તાલીમ નિયામક દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે જેમાં તેજ પ્રતાપનું નામ પાંચમા સ્થાને છે.

  તેજ પ્રતાપ યાદવને જનરલ કેટેગરીમાંથી CPL કોર્ષ માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ આ કોર્ષમાં ઔપચારિક રીતે નોંધણી કરાવીને પાઇલટ બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. CPL કોર્સ માટે કુલ 20 સીટો ઉપલબ્ધ હતી, જેમાં વિવિધ શ્રેણીઓમાંથી 18 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે 

તેજ પ્રતાપ યાદવે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નવો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પાઇલટના યુનિફોર્મમાં જોવા મળ્યો હતો. જો તમે આ વીડિયો જુઓ તો તેની પાછળ એક દેશભક્તિ ગીત વાગી રહ્યું છે અને તે પ્લેનમાં બેઠેલા પણ જોવા મળી રહ્યા છે. તેજ પ્રતાપે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે... "જે વ્યક્તિ વિમાન ઉડાવે છે તેણે અદ્રશ્યમાં વિશ્વાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ પાઇલટ બીજા કરતા વધુ ઉડાન ભરે છે; તેથી જ તેઓ શ્રેષ્ઠ છે."

તેજ પ્રતાપ યાદવ ઘણીવાર વિવાદોમાં રહે છે અને લાલુ પરિવારમાં તેમના વિશે હંગામો મચી રહ્યો છે. હાલમાં, લાલુએ તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેનું કારણ એ છે કે તેજ પ્રતાપના એક મહિલા સાથેના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા

(7:56 PM IST)