<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળ સાથે જોડાયેલ અપાચે જંકશન, એરિઝોના વૈદિક કલ્ચર સેન્ટર યુએસએ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સભા અને જન સાહિત્ય સભા યોજાઈ

પૂ, શાંતિપ્રિયાદાસજી સ્વામીજી અને પૂ,હરિનિવાસ દાસજીના આશીર્વાદ થકી દિવ્ય કાર્યક્રમ : વક્તા કલાકાર પ્રફુલભાઇ હિંગુએ તરબોળ કર્યા :ડો,ચતુરભાઈ બાબરીયા અને જીગ્નેશભાઈ દોમડિયાના સહકારથી સત્સંગ પ્રસાદનું આયોજન :દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દૂ પરિષદના સંપર્ક પ્રમુખ ભરતભાઈ લાઠીવાળાએ સનાતન ધર્મ સંદર્ભે વિચારો વ્યક્ત કર્યા

રાજકોટ : ગત તા ૨૧/૦૬/૨૦૨૫ ના શનીવાર ના રોજ રાજકોટ સ્વામી નારાયણ ગુરુકુળ સાથે જોડાયેલ અપાચે જંકશન, એરિઝોના વૈદિક કલ્ચર સેન્ટર યુએસએ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય શાંતિ પ્રિયા દાસજી સ્વામીજી અને પૂજ્ય હરિ નિવાસ દાસજીના આશીર્વાદ થકી સત્સંગ સભા અને જન સાહિત્ય સભાનું સુંદર આયોજન થયેલ હતું જેમાં  વક્તા કલાકાર શ્રી પ્રફુલ્લ ભાઈ હિંગુ (જનસાહિત્યકાર, અમદાવાદ)એ પ્રાસંગિક કરીને સૌને તરબોળ કર્યા હતા 

યજમાન ડો, ચતુરભાઈ બાબરીયા તેમજ ભાઈ જીજ્ઞેશભાઈ દોમડીયાના સહકારથી સત્સંગ તથા પ્રસાદ સહ સંપન્ન થયું હતું 
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ભરતભાઈ લાઠીવાળા, સુરત પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સનાતન ધર્મ સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ઉપસ્થિત ગુજરાતી સમુદાય માટે અનેરો લ્હાવો બની રહ્યો હતો અને ભારતની બહાર રહીને પણ, આપણા પૂજ્ય સનાતની સંતોએ સમગ્ર વિશ્વમાં ધર્મની જ્યોત પ્રગટાવી છે.તેવી પ્રતીતિ કરી રહ્યા હતા

(9:15 PM IST)