News of Wednesday, 25th June 2025
એક દીકરાની લ્હાયમાં મહિલાએ ૮ દીકરીઓને જન્મ આપ્યોઃ નવમી વાર પ્રેગ્નેન્ટ થઈ તો કાળ ભરખી ગયો
શું હોસ્પિટલ લઈ જતી વખતે મોડું થયું કે મેડિકલ લાપરવાહી હતી? મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

શ્રીગંગાનગર તા.૨૫: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના લાલગઢ જાટાન ફળિયામાંથી એક એવી દુખદ ઘટના સામે આવી છે, જેણે આખા વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે. વોર્ડ ૨૦ના રહેવાસી રાજેન્દ્ર સિંહની ૪૨ વર્ષિય પત્ની મનજીત કૌરનું ૨૧ જૂન ૨૦૨૫ના રોજ મોત થઈ ગયું. પહેલાથી આઠ દીકરીઓની માતા મનજીતે દીકરાની ઈચ્છા હોવાની ફરી એક ગર્ભધારણ કર્યો હતો. આ વખતે તેના ગર્ભમાં જોડીયા બાળકો હતા. પણ ડિલીવરી દરમ્યાન વધારે બ્લીડિંગ થવાના કારણે તેનું મોત થઈ ગયું. તેની સાથે જ ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને પણ બચાવી શકાયા નહીં.
ઘટનામાં જણાવ્યા અનુસાર, મનજીત કૌરને ૨૧ જૂને પ્રસવ પીડા શરુ થઈ હતી. પરિવારના લોકો તાત્કાલિક લોકો હોસ્પિટલમાં લઈ ગયા, પણ રસ્તામાં જ તેની હાલત ખરાબ થવા લાગી. બ્લીડિંગના કારણે તેના શ્વાસ થંભી ગયા અને ગર્ભમાં ઉછરી રહેલી બંને દીકરીઓના મોત થઈ ગયા. પરિવારનું કહેવું છે કે, જો સમય રહેતા મેડિકલ સુવિધા મળી હોત તો આ દુર્ઘટના ટાળી શકયા હોત.
મનજીત કૌરની ઉંમર અને પહેલાથી આઠ બાળકોનો ઈતિહાસ જોતા, નિષ્ણાંત ડોક્ટર્સનું કહેવું છે કે, તેમની ગર્ભાવસ્થા હાઈ રિસ્કવાળી હતી. ડો. સુરેન્દ્ર શર્મા, એક પ્રસૂતિ નિષ્ણાંત, જણાવે છે કે, ૪૨ વર્ષની ઉંમરમાં ગર્ભધારણ, ખાસ કરીને જોડીયા બાળકો, કેટલીય જટિલતાઓને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં નિયમિત મેડિકલ તપાસ અને સમય પર હોસ્પિટલે પહોંચવું ખૂબ જ જરુરી છે. તેમણે એવું પણ કહ્યું કે, ગ્રામિણ વિસ્તારમાં જાગળતિના અભાવે અને સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી પહોંચ ન હોવાના કારણે મોટા ભાગે આવી ઘટનાઓ બનતી હોય છે.
મહિલાને પહેલાથી આઠ બાળકો હતા. આ તમામ છોકરીઓ હતી. કહેવાય છે કે, પતિને એક દીકરો જોઈતો હતો.ખાનદાનનું નામ આગળ વધારવા માટે એક કુળદીપકની મહિલા પાસેથી બધા ઈચ્છા રાખતા હતા. આ વખતે મહિલા જોડિયા બાળકો સાથે પ્રેગ્નેન્ટ થઈ હતી. પણ બાદમાં જાણવા મળ્યું કે તે બંને પણ દીકરીઓ જ હતી.
આ મામલામાં પોલીસે પ્રાથમિક તપાસ પણ શરુ કરી છે. લાલગઢ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ, આ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે, શું હોસ્પિટલ લઈ જતી વખતે મોડું થયું કે મેડિકલ લાપરવાહી હતી. મળતકના મળતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ ગુનાહિત મામલો નોંધાયો નથી, પણ તપાસના પરિણામના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.(૩૮.૧૩)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
