હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

બુલંદશહર તા.૨૫: ઉત્તર પ્રદેશમાંથી દરરોજ સંબંધોના ધજાગરા ઉડાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ અલીગઢમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં કાકી ભત્રીજાને પ્રેમ થઈ ગયો અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. તો વળી હવે બુલંદશહરમાંથી પણ આવી જ એક તસવીર જોવા મળી છે. જ્યાં ભાણેજને મામી સાથે પ્રેમ થઈ ગયો. કહેવાય છે કે, મામીની ઉંમર ૩૭ વર્ષ હતી, તો ભાણેજ ૨૫ વર્ષનો હતો. નવાઈની વાત એ છે કે બંને જ્યારે એકબીજાને હોટલમાં મળવા ગયા હતા, સમાજના ડરથી તેમણે ઝેર ખાઈ પોતાની જિંદગીની કહાની ખતમ કરવાની કોશિશ કરી, પણ બંનેના જીવ બચી ગયા.
આખો મામલો બુલંદશહરના થાના નગર કોતવાલી વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સંબંધો અને સામાજિક માન્યતાઓ પર અનેક સવાલો ઊભા કર્યા છે. દિલ્હીની રહેવાસી એક મહિલા, જે બુલંદશહરના રહેવાસી એક યુવકની મામી છે, તેને દિલ દઈ બેઠી. પણ આ પ્રેમ કહાની એટલા માટે ચર્ચામાં છે કેમ કે યુવક મહિલાથી લગભગ ૧૨ વર્ષ નાનો છે અને તે તેનો ભાણેજ પણ થાય છે.
સમાજ અને પરિવારના ડરના કારણે બંને પ્રેમીઓએ એક હોટલમાં જઈને ઝેર ખાઈ લીધું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સારવાર બાદ બંનેની હાલત સ્થિર છે. હાલમાં બંનેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મામી દિલ્હીની રહેવાસી છે, જ્યારે યુવક બુલંદશહરનો રહેવાસી છે. બંનેનું કહેવું છે કે, સમાજના ડરથી તેમણે આ પગલું ભર્યું હતું. તો વળી આ સમગ્ર મામલામાં પોલીસનું કહેવું છે કે, બંને પક્ષ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી, જો મળશે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.(૩૮.૬)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM