<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

છોકરાવાળાએ લગ્નનું એવું કાર્ડ છપાવ્‍યું કે, જોઈને મહેમાનોનું મગજ ચકરાઈ ગયું

હાલમાં એક ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ એક લગ્નના કાર્ડનો છે જે મુસ્‍લિમ પરિવારનો છે. આશ્ચર્યની વાત એ છે કે કાર્ડ પર ભગવાન ગણેશની તસવીર છે

 

 

નવી દિલ્‍હી તા.૨૫: તમે ઘણીવાર સાંભળ્‍યું હશે કે ભારત ગંગા-જમના સંસ્‍કળતિનું દેશ છે. દુનિયાના ઘણા દેશો ભલે ધર્મનિરપેક્ષતાની વાત કરે, પરંતુ સાચી ધર્મનિરપેક્ષતા જોવી હોય તો ભારતમાં જ જોવા મળશે. હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ, ખ્રિસ્‍તી જેવા અનેક ધર્મો અહીં સુખ-શાંતિથી રહે છે. તેનો એક પુરાવો એક વાયરલ લગ્નના કાર્ડમાં જોવા મળી રહ્યો છે. આ કાર્ડ છોકરાવાળાએ છપાવ્‍યું અને લોકોને વહેંચ્‍યું, પરંતુ કાર્ડ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું મગજ ચકરાઈ ગયું, કારણ કે આ ખરેખર ધર્મનિરપેક્ષતાની મિસાલ છે. કાર્ડ જોઈને લોકો મજેદાર ટિપ્‍પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું ઁવાલેકુમ પ્રણામ! હવે તેમણે એવું કેમ લખ્‍યું, તે તો તમે કાર્ડની ફોટો જોઈને જ સમજી જશો. જોકે, એક વાત અહીં સ્‍પષ્ટ કરવી જરૂરી છે કે આ એક વાયરલ ફોટો છે, તેથી News18 ગુજરાતી તેની સત્‍યતાનો દાવો કરતું નથી. ફોટામાં કેટલીક વસ્‍તુઓ એવી પણ દેખાઈ રહી છે, જેને જોઈને તમે સમજી જશો કે આ ફેક ફોટો છે!

ઇન્‍સ્‍ટાગ્રામના એક મીમ અકાઉન્‍ટ પર હાલમાં એક ફોટો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે જે એક લગ્નનું કાર્ડ છે. પરંતુ આ કાર્ડ ફેક લાગે છે. કાર્ડ વાયરલ આ કારણે થઈ રહ્યું છે કારણ કે આ એક મુસ્‍લિમ લગ્નનું કાર્ડ છે. નિકાહની તારીખ છે ૨૧ જૂન ૨૦૨૫ જે વીતી ગઈ છે. દુલ્‍હેરાજાનું નામ છે સદાબ અને દુલ્‍હનનું નામ છે શબનમ. આ કાર્ડ ભાગલપુરના પરિવાર દ્વારા છપાવાયું છે. કાર્ડ અમિત કુમાર સિંહને મોકલવામાં આવ્‍યું છે. કાર્ડના ઉપર ડાબી બાજુ ભગવાન ગણેશની ફોટો છે...બસ આ જ બાબત લોકોને ચોંકાવી રહી છે કે મુસ્‍લિમ લગ્નના કાર્ડમાં ગણેશ ભગવાનની ફોટો કેવી રીતે લગાવવામાં આવ્‍યો!

મુસ્‍લિમ કાર્ડ પર ભગવાન ગણેશ

ચાલો હવે તમને જણાવીએ કે અમને આ કાર્ડ ફેક કેમ લાગે છે. સૌથી પહેલું કારણ તો એ છે કે કાર્ડ પર ભગવાન ગણેશની ફોટો છે. સામાન્‍ય રીતે મુસ્‍લિમ લગ્નના કાર્ડ પર હિન્‍દુ ભગવાનનો ફોટો હોતો નથી. પરંતુ ચાલો માનીએ કે ધર્મનિરપેક્ષતાના કારણે એવું કર્યું હશે, તો જે તારીખ લખી છે, તે છે ૨૧ જૂન ૨૦૨૫, રવિવાર, જ્‍યારે ૨૨ જૂન રવિવાર હતો...૨૧ જૂન શનિવાર હતો. ફેક લાગવાનું એક કારણ અને તે છે મોબાઇલ નંબર. છોકરાવાળાની તરફથી જે મોબાઇલ નંબર આપવામાં આવ્‍યો છે, તે ૧૧ અંકોનો છે.

આ પોસ્‍ટને ૯ હજારથી વધુ વ્‍યૂઝ મળી ચૂકયા છે જ્‍યારે ઘણા લોકોએ કમેન્‍ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકોએ ખૂબ જ મજેદાર કમેન્‍ટ્‍સ કર્યા છે, જેને વાંચીને તમને હસી આવી જશે. એક યુઝરે લખ્‍યું- ગણપતિ બાપ્‍પા ઇન્‍શાલ્લાહ મોર્યા. જ્‍યારે એકે લખ્‍યું- તુલસી દાસ ખાન! જ્‍યારે ઘણા લોકોએ કાર્ડની ભૂલ પણ પકડી. એકે કહ્યું કે ૨૧ જૂન શનિવાર હતો. જ્‍યારે એકે કહ્યું કે વ્‍યક્‍તિએ પોતાના ફોન નંબરની જગ્‍યાએ લાગે છે એસબીઆઈના ખાતા નંબર લખી દીધો છે.(૩૮.૩)

(9:59 AM IST)