News of Wednesday, 25th June 2025
પૂર્વી અમેરિકામાં ગરમીનું તાંડવઃ ન્યૂયોર્કમાં ૧૦૦ ડિગ્રીઃ ૪૦ શહેરોમાં રેકોર્ડ તાપમાન
ગરમીને કારણે ટ્રેનોની ગતિ ધીમી પડીઃ ગરમીનું મોજું ખતરનાક

ન્યુ યોર્ક,તા.૨૫: અમેરિકામાં આજકાલ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. પૂર્વીય અમેરિકા ભારે ગરમીની લહેરની ઝપેટમાં છે, ન્યુ યોર્ક શહેરમાં તાપમાન ૧૦૦ ડિગ્રી ફેરનહીટ (લગભગ ૩૮ ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત અમેરિકાના ૪૦ વધુ શહેરોમાં રેકોર્ડ તાપમાન નોંધાયું છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ મંગળવાર (સ્થાનિક સમય) સૌથી ગરમ દિવસ હોવાની આગાહી કરી છે.
પૂર્વી અમેરિકામાં હાલ ભારે ગરમીને કારણે અરાજકતાનો માહોલ છે. જેના કારણે મંગળવારે (સ્થાનિક સમય) ન્યુ યોર્ક શહેરમાં તાપમાન ૧૦૦ ડિગ્રી ફેરનહીટ (લગભગ ૩૮ ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી ગયું. નેશનલ વેધર સર્વિસ અનુસાર, ન્યૂ યોર્કના કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરે તાપમાન નોંધાયું હતું.
અમેરિકાના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે. પૂર્વીય વિસ્તારોમાં હવામાં ભેજને કારણે, આ વધુ અનુભવાય છે. સોમવારે (સ્થાનિક સમય), અમેરિકાના લગભગ ૪૦ શહેરોમાં રેકોર્ડ તાપમાન નોંધાયું હતું. હવામાન સેવાએ મંગળવારે ડઝનબંધ શહેરોમાં રેકોર્ડ ગરમીની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારનો દિવસ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહેવાની ધારણા છે.
આ અતિશય ગરમીનો બીજો ભય એ છે કે રાત્રે તાપમાનમાં ખાસ ઘટાડો થતો નથી, જેના કારણે શરીરને કોઈ રાહત મળી રહી નથી. ભેજને કારણે પણ આવું થઈ રહ્યું છે. દરમિયાન, રેલ સેવા એમટ્રેકે મંગળવારે (સ્થાનિક સમય) અહેવાલ આપ્યો હતો કે ગરમીને કારણે વોશિંગ્ટન, ફિલાડેલ્ફિયા અને ન્યુ યોર્ક વચ્ચે દોડતી ટ્રેનો ધીમી ચાલી રહી હતી, જેના કારણે વિલંબ થયો હતો.
ખતરનાક ગરમી અન્યત્ર પણ મંડરાઈ રહી છે. ન્યૂ હેમ્પશાયર ફિશ એન્ડ ગેમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે ન્યૂ હેમ્પશાયરના જાફ્રીમાં એક પર્વત પરથી બે ૧૬ વર્ષીય હાઇકર્સને ગરમીના કારણે થાક અને ચક્કર આવવાથી બચાવી લેવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
ઘણા હવામાનશાષાીઓએ જણાવ્યું હતું કે ગરમીનું મોજું ખાસ કરીને ખતરનાક છે કારણ કે તે બોસ્ટન, ન્યુ યોર્ક અને ફિલાડેલ્ફિયા જેવા શહેરોમાં ઉનાળાની શરૂઆતમાં જ આવે છે. કારણ કે આ સમયે લોકોના શરીર આટલી ગરમી સહન કરવા તૈયાર નથી. પૂર્વી અમેરિકા પર એક ઉચ્ચ દબાણ ક્ષેત્ર રહેલું છે, જે દક્ષિણપヘમિ તરફથી આવતી ગરમ હવાને અવરોધિત કરી રહ્યું છે. આ પહેલા પણ મધ્ય-પヘમિ વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
