News of Wednesday, 25th June 2025
મધ્યપ્રદેશમાં કુવામાં ઝેરી ગેસના કારણે પાંચ લોકોના મોત

ગુના,તા.૨૫: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં મંગળવારે વાછરડાને બચાવવા માટે કુવામાં ઉતરેલા પાંચ લોકોના ઝેરી ગેસના કારણે મોત થયા છે. જિલ્લા કલેક્ટર કિશોર કન્યાલે જણાવ્યું કે આ ઘટના સવારે ૧૧ કલાકે બની હતી. પ્રાથમિક તપાસ મુજબ વાછરડાને બચાવવા માટે છ લોકો કુવામાં ઉતર્યા હતા, એમાં ત્રણના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે અન્ય બે લોકોને સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
પાંચ લોકોના મોત કાર્બન મોનોઓક્સાઇડ ગેસના કારણે થયા હોઈ શકે છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. ગામલોકોના કહેવા મુજબ કુવો બગીચાની વચ્ચે આવેલો છે. મંગળવારે સવારે કોન્ટ્રાક્ટર માટે કામ કરી રહેલા કેટલાક લોકો કેરી તોડી રહ્યા હતા અને તેમણે વાછરડાને ભગાડ્યું, જે ભાગતી વખતે કુવામાં પડી ગયું.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
