<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

કાશ્‍મીરમાં આકરી ગરમીનો કહેરઃ ૧૩૪ વર્ષનો તૂટયો રેકોર્ડ

શ્રીનગરમાં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયું: હીટ વેવની સ્‍થિતિને કારણે કાશ્‍મીરની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય

નવી દિલ્‍હી,તા.૨૫: કાશ્‍મીર ખીણમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે, જેના કારણે છેલ્લાં ૧૩૪ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તાજેતરમાં શ્રીનગરમાં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયું, જે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધુ છે. આヘર્યજનક વાત તો એ છે કે રાત્રે પણ તાપમાન ૨૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે ૧૩૪ વર્ષમાં સૌથી વધારે છે. આ ભયંકર ગરમીની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં ૨૩ જૂનથી સાત જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

વહીવટી તંત્રને હાલની હીટ વેવ (ઉચ્‍ચ તાપમાનની લહેર)ની સ્‍થિતિને કારણે કાશ્‍મીરની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્‍યો છે. જૂન અને જુલાઈમાં પણ ગરમી અને ભેજ યથાવત રહેશે તેવી શકયતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ પરિસ્‍થિતિને ગંભીર મોસમી ઘટના તરીકે વર્ગીકળત કરવામાં આવી છે, જેમાં તાપમાન સામાન્‍ય કરતાં પાંચથી આઠ ડિગ્રી વધુ નોંધાયું છે. નિષ્‍ણાતોનું માનવું છે કે આ સ્‍થિતિ સીધી રીતે જલવાયુ પરિવર્તન (કલાયમેટ ચેન્‍જ) અને વૈશ્વિક તાપમાનને પરિણામે છે.

કાશ્‍મીર યુનિવર્સિટી દ્વારા ૨૦૨૪માં કરાયેલા અભ્‍યાસ અનુસાર ૧૯૮૦ પછી કાશ્‍મીરમાં ૫ ડિગ્રી સેલ્‍સિયસનો તાપમાન વધારો નોંધાયો છે.

શ્રીનગરમાં વધતું કોન્‍ક્રીટીકરણ શહેરમાં અર્બન હીટ આઇલેન્‍ડ અસરનું કારણ બન્‍યું છે, જ્‍યાં ઇમારતો વધુ ગરમી શોષી લે છે.

ઉપગ્રહ ડેટા અનુસાર ૨૦૦૦થી ૨૦૨૫ દરમિયાન શ્રીનગરમાં હરિયાળો વિસ્‍તાર ૧૨ ટકા ઘટયો છે.

છેલ્લાં ૧૦ વર્ષમાં જમ્‍મુ-કાશ્‍મીરમાં તાો ફોલમાં ૧૮ ટકા ઘટાડો થયો છે, જેને કારણે જમીન વધુ ગરમી શોષી રહી છે.

આ વર્ષે ખાસ કરીને શિયાળામાં વરસાદ પણ ખૂબ ઓછો થયો છે. જૂનમાં ૮૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે કુલ વરસાદમાં ૨૬ ટકા ઘટાડો થયો છે.

(10:12 AM IST)