હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

રાયપુર,તા.૨૫: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મેરઠ જેવી ઘટના સામે આવી છે. સોમવારે અહીંની ઇન્દ્ર-સ્થ કોલોનીમાં એક સુટકેસમાંથી એક મળતદેહ મળી આવ્યો હતો. ધારદાર હથિયારથી યુવકનું ગળું કાપીને પછી મળતદેહને સુટકેસમાં મૂકીને સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું. બાદમાં સુટકેસને સ્ટીલની પેટીમાં બંધ કરી દીધી હતી. હવે આ કેસમાં પોલીસે નિવળત્ત ASIના પુત્ર અંકિત ઉપાધ્યાય અને તેની પત્ની શિવાની શર્માની દિલ્હીથી ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મળતક યુવકની ઓળખ કિશોર પંકરા તરીકે થઈ છે. આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર અંકિત ઉપાધ્યાય છે. જે વ્યવસાયે વકીલ પણ છે. મળતદેહને ફેંકવા જતી વખતે પતિ-પત્ની સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ગુનાને અંજામ આપ્યા પછી બંને રાયપુર એરપોર્ટથી દિલ્હી ભાગી ગયા.
હકીકતમાં રાયપુરની ઇન્દ્રપ્રસ્થ કોલોની ફેઝ-૨ની પાસે એક પેટીમાં યુવકની મળતદેહ ફેંકી દેવાયો હતો. સોમવાર બપોર પછી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ આવવા લાગી હતી. સાંજ સુધીમાં દુર્ગંધ વધુ તીવ્ર થઈ ગઈ હતી, ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં પડેલી પેટીને ખોલી તો તેમાં રહેલી સુટકેસમાં મળતદેહ મળી આવ્યો. તેમજ સુટકેસમાં સિમેન્ટનું પ્લાસ્ટર કરેલું હતું.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મળતદેહમાંથી દુર્ગંધ ન આવે તે માટે હત્યારાઓએ હત્યા પછી મળતદેહને સિમેન્ટનું પ્લાસ્ટર કરીને સુટકેસ ભર્યો હતો. એ પછી તેઓએ સુટકેસને સાંકળથી બંધ કરી દીધી, પરંતુ જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે પકડાઈ જવાના ડરથી તેઓએ સુટકેસને એક લોખંડની પેટીમાં મૂકી દીધો અને તેને ઇન્દ્રપ્રસ્થની એક ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો.
પોલીસના સૂત્રોના અનુસાર, કિશોર પૈકરા ૪૦ વર્ષના હતા, જેઓ શારીરિક રીતે અક્ષમ હતા અને વ્હીલચેર પર ચાલતા હતા. હત્યા જમીન ખરીદીમાં ૧૦ લાખ રૂપિયાની લેવડ-દેવડ વિવાદને લઈને કરાઈ હતી. મોહદી ગામમાં કિશોરની જમીનનો સોદો અંકિત ઉપાધ્યાયે ૫૦ લાખ રૂપિયામાં કરાવ્યો હતો, પરંતુ કિશોરને માત્ર ૩૦ લાખ રૂપિયા આપ્યા. બાકીના ૨૦ લાખમાંથી ૧૦ લાખની માગ કરવા પર અંકિત અને શિવાનીએ તેની હત્યાનું કાવતરું ઘટયું હતું. કિશોરે ગળું કાપીને હત્યા કરી અને મળતદેહને લાલ સૂટકેસમાં સીમેન્ટભરીને સ્ટીલની પેટીમાં છૂપાવી દીધો, જેને ઇન્દ્રપ્રસ્થ કોલોનીના ખુલ્લા વિસ્તારમાં ફેંકી દીધો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM