<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

યુવાનો દેવાથી ડરી રહ્યા છેઃ હોમ લોનની માંગમાં ૭%નો ઘટાડો

માર્ચ ૨૦૨૪-૨૫ ના છેલ્લા ક્‍વાર્ટર દરમિયાન રિટેલ લોનનો વિકાસ દર ઘટીને ૫% થયો, જે એક વર્ષ પહેલાના સમાન ક્‍વાર્ટરમાં ૧૨% હતો

નવી દિલ્‍હી તા.૨૫: ટેરિફ વોર અને ભૂ-રાજકીય કટોકટીને કારણે અર્થતંત્રમાં સંભવિત મંદીને કારણે શહેરો અને મહાનગરોમાં રહેતા યુવાનો લોન લેવાનું ટાળી રહ્યા છે. આના કારણે, માર્ચ ૨૦૨૪-૨૫ ના છેલ્લા ક્‍વાર્ટર દરમિયાન રિટેલ લોનનો વિકાસ દર ઘટીને ૫% થયો, જે એક વર્ષ પહેલાના સમાન ક્‍વાર્ટરમાં ૧૨% હતો. ટ્રાન્‍સયુનિયન CIBIL ના રિપોર્ટ મુજબ, ક્રેડિટ કાર્ડ અને કન્‍ઝયુમર ડ્‍યુરેબલ્‍સ જેવી રિટેલ લોનની માંગ ઝડપથી ઘટી રહી છે. મોટાભાગના ૩૫ વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો આ લોન લે છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ક્રેડિટ કાર્ડ દેવું ૩૨% ઘટયું છે.

ગયા વર્ષે ૧૩% ની સરખામણીમાં પર્સનલ લોન વળદ્ધિ ઘટીને ૬% થઈ ગઈ. કન્‍ઝયુમર ડ્‍યુરેબલ લોન પણ ૧૯% થી ઘટીને માત્ર ૬% થઈ ગઈ. ૩૫ વર્ષ અને તેથી ઓછી ઉંમરના ગ્રાહકોમાં માંગમાં ઘટાડો વધુ સ્‍પષ્ટ હતો, જેના કારણે નવા લોનસ્ત્રોતોમાં ૩% થી ૧૬%નો ઘટાડો જોવા મળ્‍યો. નાણાકીય વર્ષ ૨૫ ના ચોથા ક્‍વાર્ટરમાં હોમ લોનના વોલ્‍યુમમાં પણ ૭%નો ઘટાડો થયો છે, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં ૫%ની વળદ્ધિ દર્શાવે છે. જોકે, ૧ કરોડ રૂપિયાથી વધુની હોમ લોનમાં ૯%નો વધારો થયો છે. કાર લોનમાં પણ મોટી લોન લેવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. જોકે, આ વર્ષે રેપો રેટમાં ૧%નો ઘટાડો થવાને કારણે, હોમ લોન અને કાર લોનની સાથે પર્સનલ લોનની માંગ હવે વધવાની ધારણા છે.

દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્‍તારોમાં ધિરાણની માંગ મજબૂત રહે છે. તે જ સમયે, મહાનગરો અને શહેરી વિસ્‍તારોમાં આ વલણ -માણમાં ધીમું રહ્યું છે. ટ્રાન્‍સયુનિયન CIBIL ના ડેટા અનુસાર, માર્ચ ક્‍વાર્ટર દરમિયાન ગ્રામીણ વિસ્‍તારોમાં ક્રેડિટ પૂછપરછનો હિસ્‍સો વધીને ૨૨% થયો. ૨૦૨૩માં તે ૨૦% અને ૨૦૨૪માં ૨૦% હતું. અર્ધ-શહેરી વિસ્‍તારોનો હિસ્‍સો પણ વધીને ૩૦% થયો. ગયા વર્ષે તે ૨૯% અને ૨૦૨૩ માં ૨૮% હતું. તેની સરખામણીમાં, મેટ્રો વિસ્‍તારોમાં તે માર્ચ ૨૦૨૩ માં ૩૨% થી ઘટીને ૨૯% થયું. શહેરી વિસ્‍તારોએ ૧૯ થી ૨૦% નો સ્‍થિર હિસ્‍સો જાળવી રાખ્‍યો.

(10:58 AM IST)