<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે: જાણો રજાની સંપૂર્ણ યાદી: જાણો ક્યાં રાજ્યમાં ક્યાં દિવસે બેંકોમાં રજા રહેશે

જાણો RBI હોલિડે કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં બેંકો ક્યારે અને ક્યાં બંધ રહેશે

નવી દિલ્હી :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. ત્યારે આગામી જુલાઈ મહિનાની રજાઓની યાદી સામે આવી છે. જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. ત્યારે જાણી લો કે જુલાઈમાં તમારા શહેરમાં કયા દિવસે બેંકોમાં રજા રહેશે.

હાલમાં ડિજીટલ યુગ ચાલી રહ્યો છે, છતાં પણ કેટલાક કામ માટે બેંકોમાં જવું પડે છે. જો આવી સ્થિતિમાં, આગામી જુલાઈ મહિનામાં તમે બેંકમાં કોઈ કામ માટે જવાના છો, તો તમારે તે પહેલા જુલાઈ મહિનાની RBIની બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેવી જોઈએ. આ આર્ટિકલમાં જાણો RBI હોલિડે કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં બેંકો ક્યારે અને ક્યાં બંધ રહેશે.

જુલાઈ મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો 

તારીખસ્થળ/શહેરકારણ3 જુલાઈઅગરતલાખારચી પૂજા5 જુલાઈજમ્મુ અને શ્રીનગરગુરુ હરગોવિંદજીનો જન્મદિવસ6 જુલાઈસમગ્ર ભારતરવિવાર12 જુલાઈસમગ્ર ભારતબીજો શનિવાર13 જુલાઈસમગ્ર ભારતરવિવાર14 જુલાઈશિલોંગબેહ દેંખલામ16 જુલાઈદહેરાદૂનહરેલા તહેવાર17 જુલાઈશિલોંગયુ તિરોત સિંહ પુણ્યતિથિ19 જુલાઈઅગરતલાકેર પૂજા20 જુલાઈસમગ્ર ભારતરવિવાર26 જુલાઈસમગ્ર ભારતચોથો શનિવાર27 જુલાઈસમગ્ર ભારતરવિવાર28 જુલાઈગંગટોકદ્રુક્પા ત્શે-જી

 

બેંકોમાં રજાઓ દેશભરમાં એકસરખી નથી હોતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અનુસાર, દરેક રાજ્યમાં તહેવારો અને સ્થાનિક પરિસ્થિતિઓને આધારે અલગ-અલગ રજાઓ નક્કી કરવામાં આવે છે. તમારા રાજ્યની બેંક રજાઓની સંપૂર્ણ યાદી RBIની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે.

 

જ્યારે બેંકની શાખાઓ રજાના દિવસે બંધ હોય છે, ત્યારે પણ ગ્રાહકોને પરેશાની થતી નથી. કારણ કે ડિજિટલ બેંકિંગ સેવાઓ 24x7 ચાલુ રહે છે. ઘરબેઠાં મોબાઇલ અથવા ઑનલાઈન બેંકિંગ દ્વારા તમે સરળતાથી ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, ખાતાની વિગતો તપાસવી જેવા બેંકિંગ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

.  

(11:59 AM IST)