News of Wednesday, 25th June 2025
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણી સંગમમાં વિજયભાઇ રૂપાણીના અસ્થિકળશનું પૂજન-વિસર્જન

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અવસાન થયા બાદ આજે સવારે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસપાટણ ત્રિવેણી સંગમ ખાતે તેમના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે ભૂદેવો દ્વારા અસ્થિનું પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું હતું. જેમાં વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, સુપુત્ર ઋષભ રૂપાણી, સુપુત્રી રાધિકાબેન સહિત પરિવારજનો જોડાયા હતા અને આસ્થાભેર પૂજન-અર્ચન કરીને અસ્થિકળશનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી સહિતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ દિપક કક્કડ (વેરાવળ), મિનાક્ષી ભાસ્કર વૈદ્ય (પ્રભાસપાટણ)
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
