<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ઉત્તરાખંડની મુલાકાતે ગયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની અચાનક તબિયત લથડી

કુમાઉ યુનિવર્સિટીનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી ઉપરાષ્ટ્રપતિની તબિયત અચાનક બગડતા સારવાર શરૂ કરાઈ

નવી દિલ્હી તા.૨૫ : ત્રણ દિવસની ઉત્તરાખંડ મુલાકાતે પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની અચાનક તબિયત લથડી છે.

       કુમાઉ યુનિવર્સિટીનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી ગઈ છે.

      ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે બુધવારે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે હલ્દવાની પહોંચ્યા હતા. હલ્દવાની આર્મી હેલિપેડ પર રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(4:16 PM IST)