હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એરઇન્ડિયાની મુશ્કેલી વધી : ચેરમેન એન.ચંદ્રશેખરન જરૂરી તાત્કાલિક પગલાં લઈ શકે
આ સ્થિતિમાં ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે પોતે એર ઈન્ડિયાના રોજિંદા સંચાલનની જવાબદારી લીધી

મુંબઈ : અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપની કંપની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમજ કંપની હાલ પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહી છે. ત્યારે હવે આ સ્થિતિમાં ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે પોતે એર ઈન્ડિયાના રોજિંદા સંચાલનની જવાબદારી લીધી છે. એન. ચંદ્રશેખર હાલમાં સુરક્ષા સમીક્ષા, સંવેદનશીલ સરકારી સંબંધો, ફ્લાઇટ જાળવણી તેમજ કર્મચારીઓ માટે કામ કરી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ હવે એન. ચંદ્રશેખરન સાથે નિયમનકારી બાબતો અને વ્યૂહાત્મક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. ટાટા સાથેના તેમના અનુભવને જોતાં ચંદ્રશેખરન વર્તમાન સમયે જરૂરી તાત્કાલિક પગલાં લઈ શકે છે.
ગ્રુપ અધિકારીઓ માને છે કે એર ઇન્ડિયા પર હાલ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમનું કહેવું છે કે એન. ચંદ્રશેખરન અગાઉ એરલાઇન હેડક્વાર્ટરથી કામ કરી ચૂક્યા છે. ત્યારે જે રીતે ઉડ્ડયન કંપની પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે તે ફક્ત ગ્રુપના ચેરમેન જ આ કામ કરી શકે છે. અધિકારીઓ માને છે કે આ સમયે એર ઇન્ડિયાની પ્રતિષ્ઠા ફરીથી બનાવવાની અને લોકોનો વિશ્વાસ જીતવાની ખૂબ જરૂર છે.
અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આમાં 12 ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ તમામ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
