<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

મોટાભાગની ફ્લાઈટ્સને ફરીથી શરૃ કરવાનો નિર્ણય

એર ઈન્ડિયાએ આપ્યા રાહતના સમાચારઃયૂરોપ માટે પહેલા રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ પણ આજથી ફરી શરૃ કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા.૨૫

એર ઈન્ડિયાએ તેના પેસેન્જર્સને રાહતની ખબર આપી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટના કેટલા ભાગો માટે ધીરે-ધીરે પોતાની ફ્લાઈટ્સ ફરીથી શરૃ કરવાની વાત કરી છે. વાસ્તવમાં, મિડલ ઈસ્ટમાં એર સ્પેસ ખુલ્યા બાદ એર ઈન્ડિયાએ ૨૫ જૂનથી તેની મોટાભાગની ફ્લાઈટ્સને ફરીથી શરૃ કરવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં, યૂરોપ માટે પહેલા રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ પણ આજથી ફરી શરૃ કરવામાં આવી રહી છે. આ સાથે, અમેરિકા અને કેનેડા માટે ફ્લાઇટ્સ પણ શક્ય તેટલી વહેલી તકે શરૃ કરવામાં આવશે.

જો કે, કેટલીક ફ્લાઈટ્સ વિલંબ કે રદ થવાની શક્યતા છે. કારણ કે, લાંબો રસ્તો અને ઉડાન સમયમાં ફેરફારના કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ, એર ઈન્ડિયાએ તેના પેસેન્જર્સને વિશ્વાસ અપાવ્યો છે કે, તે આ સમસ્યાઓ ઘટાડવા અને તેના શિડ્યુલને વહેલી તકે પૂરી રીતે સામાન્ય કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. એરલાઈન્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે એવા એર સ્પેસથી દૂર રહેશે જે અસુરક્ષિત માનવામાં આવી રહ્યા છે. સાથે જ, એર ઈન્ડિયાએ તેના પેસેન્જર્સને અપીલ કરી છે કે, તેઓ આ સ્થિતિમાં ધીરજ જાળવી રાખે. એરલાઈન્સનું કહેવું છે કે, તેઓ તેમના પેસેન્જર્સ, ક્રૂ અને એરક્રાફ્ટની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપે છે. તેઓ કોઈપણ પ્રકારનું જોખમ નથી લેવા માંગતા. પેસેન્જર્સને તરત જ કોઈપણ અપડેટ કે ફેરફારની જાણકારી આપવામાં આવશે, જેથી તેમને ટ્રાવેલમાં મુશ્કેલી ન થાય. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાના આ પગલાથી તે હજારો યાત્રીકોને રાહત મળશે, જે મિડલ ઈસ્ટ, યૂરોપ, અમેરિકા અને કેનેડાની યાત્રા કરવા માંગે છે. ખાસ કરીને તેવા લોકો માટે ખુશખબરી છે, જેઓ પોતાના પરિવાર સાથે વિદેશોમાં ફસાયેલા છે.

એર ઈન્ડિયાએ તેની સર્વિસમાં અસ્થાયી કપાતની વાત કરી હતી. આ કપાત ૨૧ જૂન, ૨૦૨૫થી ૧૫ જુલાઈ, ૨૦૨૫ સુધી કરવામાં આવવાનો હતો. એર ઈન્ડિયાના જૂના નિર્ણય હેઠળ, દિલ્હીથી નેરોબી વચ્ચે ઓપરેટ થનારી ફ્લાઈટ AI961 અને છૈં૯૬૨ને ૩૦ જૂન સુધી સસ્પેન્ડ કરી દીધી હતી. આ ઉપરાંત, અમૃતસર અને લંડન વચ્ચે ચાલતી ફ્લાઇટ્સ AI169 અને AI170 ૧૫ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગોવા અને લંડન વચ્ચે ગેટવિક સુધી ચાલતી ફ્લાઇટ્સ AI145 અને AI146 પણ ૩૧ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ દિલ્હીથી અમેરિકા વચ્ચે ઓપરેટ થનારી ઘણી ફ્લાઈટ્સની ફ્રિક્વેન્સી ઓછી કરી દીધી હતી. આમાં દિલ્હીથી ટોરોન્ટો, વાનકુવર, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો અને વોશિંગ્ટનની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. એર ઈન્ડિયા દિલ્હીથી અમેરિકાના આ શહેરો માટે સપ્તાહમાં ૪૨ ફ્લાઈટ ઓપરેટ કરે છે, પરંતુ ૨૧ જૂનથી ૧૫ જુલાઈની વચ્ચે આ રૃટ્સ પર માત્ર ૨૫ ફ્લાઈટ્સ જ ઓપરેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(8:06 PM IST)