News of Wednesday, 25th June 2025
રાજા રઘુવંશી હત્યાકાંડમાં ફરી ચોંકાવનારો ખુલાસો: સોનમ અને રાજે પોતાનો સંબંધ કબુલ્યા : હનીમૂનની વાર્તા જણાવી
રાજા રઘુવંશીના પરિવારે સોનમનો નાર્કો ટેક્સ કરાવવાની માગ કરી: શિલોંગ એસઆઈટીએ આ માગને ફગાવી:પોલીસનું કહેવું છે કે રાજા રઘુવંશી કેસ સાથે જોડાયેલા કેટલાય મહત્ત્વના પુરાવા તેમની પાસે છે

ઈન્દોર: ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં ફરી એક વાર ચોંકાવનારો ખુલાસો થયો છે. સોનમ અને રાજે પોલીસ સામે પોતાનો સંબંધ કબૂલ કરી લીધો છે. મેઘાલય પોલીસ સામે બંનેએ રાજા રઘુવંશીની હત્યાની વાત કબૂલ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ અને સોનમ બંને રિલેશનશિપમાં હતા. રાજા રઘુવંશીના પરિવારે સોનમનો નાર્કો ટેક્સ કરાવવાની માગ કરી હતી. હાલમાં શિલોંગ એસઆઈટીએ આ માગને ફગાવી દીધી છે. પોલીસનું કહેવું છે કે રાજા રઘુવંશી કેસ સાથે જોડાયેલા કેટલાય મહત્ત્વના પુરાવા તેમની પાસે છે.
પોલીસનું કહેવું છે કે, સોનમ અને રાજે જે પણ કર્યું છે, તેની કબૂલાત કરી લીધી છે. આ કારણે નાર્કો ટેસ્ટની જરુર નથી. હાલમાં પોલીસ આ કેસમાં સામેલ બાકીના લોકો સાથે પૂછપરછ કરી રહી છે.
રાજા હત્યાકાંડના ત્રણેય આરોપીઓનું મેડિકલ કરાવ્યા બાદ શિલોંગ એસઆઈટીની ટીમ તમામને લઈને ક્રાઈમ બ્રાન્ચ પહોંચી. ઈન્દોરની જિલ્લા હોસ્પિટલમાં ત્રણેય આરોપીઓનું મેડિકલ કરાવ્યું. આ દરમ્યાન શિલોંગ પોલીસ સાથે ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ હાજર રહી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે બંધ રુમમાં ત્રણેય આરોપીઓ સાથે પૂછપરછ કરી. સોનમનું સેફ હાઉસ, લેપટોપ, મિસ્ટ્રી બેગ, પિસ્ટલ, 5 લાખ કેશ, રાજાની સોનાની ચેન અને સોનમનું મંગળસૂત્ર આ બધાને લઈને પૂછપરછ ચાલી રહી છે.
સામસામે બેસાડીને ત્રણેય આરોપી લોકેન્દ્ર, શિલોમ અને ચોકીદાર બલ્લૂ ઉર્ફ બલવીર સાથે પૂછપરછ કરી. ત્યાર બાજ જેમ્સને લઈને શિલોંગ પોલીસ ઓલ્ડ પલાસિયા વિસ્તારના ઈંડસ્ટ્રી હાઉસની પાછળના એક નાળા પાસે પહોંચી. કહેવાય છે કે આ નાળામાં સોનમનું લેપટોપ શિલોમે ફેંકી દીધું હતું. એટલું જ નહીં પોલીસને શિલોમની ગાડીમાંથી 50,000 રુપિયા મળ્યા છે. ટીમને એક પેકેટ પણ મળ્યું છે, જેમાં પિસ્તોલ હતી
માનવામાં આવે છે કે, નાળામાંથી જે પિસ્તોલ જપ્ત થઈ, જેનાથી સોનમ અને રાજ રાજા રઘુવંશીની હત્યા કરવાના હતા. જો તેમને દાવ ફેલ થઈ જાત તો પિસ્તોલથી ગોળી મારી રાજાની હત્યા કરવાનો પ્લાન હતો. આ પિસ્તોલને સોનમના પ્રેમી રાજે પોતાના દોસ્ત વિશાલ ઉર્ફ વિક્કીને આપીને હત્યા કરવા માટે શિલોંગ મોકલ્યો હતો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
