તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 26th June 2025
દરિયાના પાણી મુંબઈ શહેરમાં ઘૂસ્યા, નીચાણવાળા વિસ્તારમાં ઘરના દરવાજા સુધી ખારું પાણી
દરિયાના પાણી નીચાણવાળા વિસ્તાર જેવા કે સાંતાક્રૂઝ અને કોલાબા જેવા વિસ્તારમાં ઘૂસી ગયા છે

મુંબઈ,તા.૨૬: વરસાદ ધરતીની તરસ છીપાવે છે, પણ તેની અતિ તબાહી લઈને આવે છે. આ વર્ષે તો જાણે ઈંદ્ર દેવે મુંબઈને ટાર્ગેટ કર્યો છે. સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તો હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. મેના છેલ્લા દિવસોનો વરસાદ હોય કે પછી અડધા જૂન વીત્યા બાદના ચોમાસાની તબાહી. સતત વરસાદે જનજીવન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે. દરિયાના પાણી નીચાણવાળા વિસ્તાર જેવા કે સાંતાક્રૂઝ અને કોલાબા જેવા વિસ્તારમાં ઘૂસી ગયા છે.
આ વર્ષે તો મુંબઈ ઈંદ્રદેવના રડાર પર છે. મુંબઈમાં મે મહિનામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ. તબાહીવાળો વરસાદ પણ શરુ થઈ ગયો. ૩૦૦ મિમીની આસપાસ વરસાદ થયો. પણ ચોમાસાનો આ વરસાદ થોડા જ દિવસ માટે હતો. ફરી વાર ચોમાસું એક્ટિવ થઈ ચુકયું છે. સતત વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ પણ એક્ટિવ થઈ ચુકયું છે. ભારે વરસાદ અને હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કરી દીધું છે. નીચલા વિસ્તાર કોલાબા અને સાંતાક્રૂઝની હાલત ખરાબ છે.
મુંબઈમાં ચોમાસાની બીજી ટર્મ મુશળધાર વરસાદ કરાવી રહી છે. સતત વરસાદથી હાલત ખરાબ છે. અહીં મુંબઈના એક જ વિસ્તારના દ્રશ્યો છે. જ્યાં અરબ સાગરની ઊંચી લહેરોમાં એક યુવક ઘર સાથે અથડાય છે. ખુદને બચાવવા માટે તે યુવક સીડીઓ પર ભાગતો દેખાય છે. વરસાદે શહેરની ગતિ ધીમી પાડી દીધી છે.
છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલો વરસાદ અને હવે હાઈ ટાઈડ અને સમુદ્રી લહેરોના ઊંચા મોજાએ ચિંતા ફેલાવી દીધી છે. અરબ સાગરમાંથી આવતા ઊંચા મોજાએ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરી દીધા છે. દરિયાનું ખારુ પાણી હવે લોકોને ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયું છે. અરબ સાગરથી રહેણાંક વિસ્તારમાં આવી રહેલી લહેરોની વચ્ચે એક શખ્સ આવતો દેખાઈ રહ્યો છે.
હવામાન વિભાગે પહેલા જ મુંબઈ માટે યેલો એલર્ટ જાહેર કર્યું હતું. ચેતવણી આપી હતી કે ૨૬ જૂન સુધી ભારે વરસાદ અને હાઈ ટાઈડનો સિલસિલો ચાલું રહી શકે છે. કોલાબા અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારમાં પહેલા જ જૂન મહિનામાં ૮૦ ટકાથી વધારે રેકોર્ડ વરસાદ થઈ ચુકયો છે.
સતત થઈ રહેલા વરસાદના કારણે શહેરના કેટલાય ભાગમાં અંડરપાસ, રેલવે ટ્રેક અને રસ્તા જળમગ્ન થઈ ચુકય છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. બીએમસીએ જાણકારી આપી છે કે, ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી સમુદ્રમાં કેટલીય વાર ઊંચી લહેરો ઉઠશે. સવાર અને રાતે દરિયામાં ૪.૭૫ મીટર અને ૪.૦૧ મીટર ઊંચા મોજા આવવાની આશંકા છે.
અરબ સાગરની લહેરોની અસર તટવર્તી વિસ્તારમાં સ્પષ્ટ દેખાઈ રહી છએ. પાણી ઘરોના દરવાજા સુધી પહોંચી રહ્યા છે. કેટલીય જગ્યા પર નાળા અને ડ્રેનેજ ઓવરફ્લો થઈ ચુકયા છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ખતરો વધી રહ્યો છે.
પ્રશાસને નાગરિકોને એલર્ટ કરી દીધા છે. તટીય વિસ્તારમાં રહેતા લોકોને દરિયા પાસે જવાની ના પાડી દીધી છે. બીએમસી અને આપદા પ્રબંધન ટીમો એલર્ટ પર છે. વરસાદની સ્પીડ જોતા રેલવેએ અમુક રુટો પર સેવા ધીમી કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં વરસાદની સ્પીડ બની રહેશે. શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ભારે વરસાદના કારણે દરિયાની લહેરો ઘરના દરવાજા સુધી આવી પહોંચી છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
