<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

બે-બે વાંદરાઓને જીવતો ગળી ગયો અજગરઃ ગામવાસીઓએ પેટ દબાવીને બંનેને બહાર કાઢયા

એક રોમાંચક વીડિયો સામે આવ્‍યો છે, જેમાં એક ૧૫ ફૂટ લાંબા અજગરે બે બંદરોને ગળી લીધા :ગ્રામજનોને જાણ થતાં જ તેમણે અજગરને ઘેરી લીધો અને તેના પેટમાંથી બંને મળત બંદરોને બહાર કાઢયા : રેસ્‍કયુનો લાઈવ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

બાગપત, તા.૨૬: અજગર પોતાના શિકારને ઘણીવાર ગળી જાય છે, પરંતુ કયારેક તેની આ પ્રકળતિ તેની જ જાન પર ભારે પડે છે. તાજેતરમાં આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્‍યો છે, જ્‍યાં એક અજગરે બે બંદરોને ગળી લીધા, જેના કારણે અજગરની હાલત ખરાબ થઈ ગઈ. આ જોઈને સ્‍થાનિક યુવકોએ હિંમત કરીને અજગરને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. ઘણી મહેનત બાદ અજગરને કાબૂમાં લઈ લેવામાં આવ્‍યો અને બંને મળત બંદરોને અજગરના પેટને દબાવીને તેના મોઢામાંથી બહાર કાઢવામાં આવ્‍યા.

અજગરને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. ગ્રામજનોએ આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરી, જે સ્‍થળ પર પહોંચી અને અજગરને બચાવીને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો આશ્‍ચર્યચકિત છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમણે આટલો મોટો અજગર પહેલા કયારેય નથી જોયો.

આ સમગ્ર મામલો બાગપત જિલ્લાના બાલૈની વિસ્‍તારમાં આવેલા ઘાટોલી ગામના જંગલનો છે. ગામના લોકોનું કહેવું છે કે ગામની પાસે હિંડન નદી પસાર થાય છે. વરસાદના દિવસોમાં આ નદીનું પાણી જંગલ સુધી આવી જાય છે, જેના કારણે અહીં રહેતા અજગર પોતાનું ઠેકાણું બદલીને રહેણાંક વિસ્‍તારો તરફ વળે છે, જ્‍યાં તેઓ લોકોના ઘરો, ખેતરો અને ઝાડોને પોતાનું નવું ઘર બનાવી લે છે. આવા સમયે આ અજગરોથી બાળકો અને પાળતુ પ્રાણીઓ જેમ કે ભેંસ-બકરાં અને મરઘાં-મરઘીઓ પર હુમલાનો ખતરો રહે છે. એક ગ્રામજને જણાવ્‍યું કે છેલ્લા ૬ મહિનામાં આ ગામમાં અત્‍યાર સુધી ૧૫ થી વધુ અજગર પકડાયા છે.

(10:15 AM IST)