News of Thursday, 26th June 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ ૭૮
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૭૮: ‘‘જયાં કયાંય પણ તમારૂ અવધાન ઉતરે, એ જ બિન્દુ ઉપર, અનુભવ''
તમે કારમાં કે રેલગાડીમાં મુસાફરી કરી રહ્યા છો ત્યાં અવધાનને વધારવાનો પ્રયોગ કરો, સમય ગુમાવો નહી. તમે અર્ધો કલાક કારમાં કે રેલ્વેમાં રહેવાના છો. ત્યાં અવધાનને સાધો. બસ ત્યાં હોવ, વિચાર ના કરો. રેલગાડીને જુઓ કે બહાર જુઓ, પરંતુ દૃષ્ટા રહો, વિચાર મત કરો. ત્યાં જ રહો. જુઓ તમારી દૃષ્ટિ સીધી પ્રત્યક્ષ અને ગહેરી થઇ જશે અને ત્યારે બધી બાજુએથી તમારી દૃષ્ટિ પાછી ફરશે અને દૃષ્ટા પ્રત્યે બોધથી ભરાઇ જશો. - રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
