News of Thursday, 26th June 2025
શ્રી રામ મંદિર સંકુલમાં બનેલા 14 નવા મંદિરો માટે પૂજારીઓની નિમણુંક પ્રક્રિયા શરૂ :આજથી ઓનલાઇન કરી શકાશે અરજી
અયોધ્યામાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે:પસંદ કરાયેલા ઉમેદવારોને શિષ્યવૃત્તિ મળશે

અયોધ્યા :શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં બનેલા 14 નવા મંદિરોમાં દેવતાઓની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ હવે દૈનિક શ્રૃંગાર, પૂજા અને ભોગ અર્પણ માટે પુજારીઓની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ માટે સત્તાવાર વેબસાઇટ બહાર પાડી છે, જ્યાં રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જોકે, અયોધ્યામાં રહેતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશભરના રસ ધરાવતા ઉમેદવારોને પુજારીઓની નિમણૂકમાં તક મળશે, પરંતુ અયોધ્યા વિસ્તારના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 26 જૂનથી 30 જૂન 2025 સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અરજદારો માટે કેટલીક શરતો પણ મૂકી છે, જે ઉમેદવારોએ પૂરી કરવાની રહેશે. ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદાર માટે ગુરુકુળમાંથી ધાર્મિક શિક્ષણ મેળવવું ફરજિયાત છે. તે જ સમયે પસંદ કરાયેલા પૂજારીઓને તાલીમ દરમિયાન ભોજન, રહેવાની વ્યવસ્થા અને 2000 રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
ઉમેદવારોએ 306 પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, જેમાં લેખિત અને મૌખિક પરીક્ષાઓ શામેલ હોઈ શકે છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં સફળ થશે તેમને જ અંતિમ પસંદગી માટે પસંદ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ ધાર્મિક સમિતિના અધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીને સોંપવામાં આવ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં રામ મંદિરમાં બનેલા શ્રી રામ દરબાર સહિત 14 નવા મંદિરોનું ત્રણ દિવસના ભવ્ય સમારોહ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
