<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

પુતિનને ધરપકડનો ડર સતાવ્‍યો એટલે બ્રિક્‍સ સમિટમાં જવાનું કેન્‍સલ

જિનપિંગ પણ અંતર જાળવશે !

 

 

મોસ્‍કો, તા.૨૬: રશિયન પ્રમુખ વ્‍લાદિમીર પુતિન આગામી મહિને બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્‍સ સમિટમાં વ્‍યક્‍તિગત રૂપે ભાગ નહીં લેશે. ક્રેમલિને બુધવારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, આ નિર્ણય, ઇન્‍ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા તેમની વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને કારણે લેવામાં આવ્‍યો છે. તેના બદલે પુતિન ૬-૭ જુલાઈના રોજ રિયો ડી જનેરિયોમાં વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી સમિટમાં ભાગ લેશે.

ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યૂરી ઉશાકોવે પત્રકારોને જણાવ્‍યું કે, પ્રમુખ પુતિન મુખ્‍ય આયોજનોમાં વીડિયો લિંકના માધ્‍યમથી ભાગ લેશે. આ નિર્ણય ICCની જરૂરિયાતોના સંદર્ભમાં કેટલીક મુશ્‍કેલીઓને કારણે લેવામાં આવ્‍યો છે. બ્રાઝિલ સરકાર આ સંદર્ભમાં સ્‍પષ્ટ વલણ અપનાવવામાં અસમર્થ રહી, જેના કારણે પુતિનની વ્‍યક્‍તિગત હાજરી શકય ન બની શકી. રશિયાનું પ્રતિનિધિત્‍વ કરવા માટે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સમિટમાં ભાગ લેશે.

ICCએ માર્ચ ૨૦૨૩માં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેમાં પુતિન પર ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ બાદ યુક્રેનિયન બાળકોના ગેરકાયદેસર દેશનિકાલનો આરોપ લગાવવામાં આવ્‍યો છે. રશિયાએ આ યુદ્ધ ગુનાઓના આરોપોને નકારી કાઢયા છે અને ક્રેમલિને વોરંટને અમાન્‍ય ગણાવી દીધું છે. રશિયા ત્‍ઘ્‍ઘ્‍ની સ્‍થાપના સંધિ પર હસ્‍તાક્ષર કરનાર નથી. જો કે, આ વોરંટ પુતિન માટે ત્‍ઘ્‍ઘ્‍ સંધિ પર હસ્‍તાક્ષર કરનારા દેશોમાં મુસાફરી કરવાનું જોખમી બનાવે છે.

બ્રાઝિલ ICCનું સભ્‍ય છે અને રોમ સંધિ પર હસ્‍તાક્ષર કરનાર છે. આ કારણોસર જો પુતિન દેશમાં પ્રવેશ કરે તો બ્રાઝિલ તેની ધરપકડ કરવા માટે બંધાયેલો રહેશે. ઉશાકોવે કહ્યું કે, બ્રાઝિલની સરકારે એવી કોઈ ગેરંટી ન આપી જેનાથી અમારા પ્રમુખની ભાગીદારી શકય બની શકે. પુતિને અગાઉ પણ ICC વોરંટને કારણે સાવધાની રાખી હતી. ૨૦૨૩માં તેમણે ICCના બીજા સભ્‍ય દેશ દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં હાજરી આપવાનું ટાળ્‍યું હતું. જોકે, ગત વર્ષે તેઓ મંગોલિયા ગયા હતા, જે ICC સભ્‍ય હોવા છતાં તેમની ધરપકડ કરવામાં નિષ્‍ફળ ગયા હતા, જેના માટે મંગોલિયાને ICC અને યુરોપિયન યુનિયન તરફથી ટીકાનો સામનો કરવો પડ્‍યો હતો.

પુતિન નિયમિતપણે બ્રિક્‍સ સમૂહનો પશ્‍ચિમી પ્રભુત્‍વ સામે એક જવાબી શક્‍તિ તરીકે પ્રચાર કરે છે. બ્રિક્‍સ નામ તેના સ્‍થાપક સભ્‍યો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન પરથી લેવામાં આવ્‍યું છે. આ સમૂહમાં હવે દક્ષિણ આફ્રિકા સહિત ૧૧ સભ્‍યો છે અને તેનો હેતુ આંતરરાષ્‍ટ્રીય મંચો પર વૈશ્વિક દક્ષિણનો અવાજ મજબૂત કરવાનો છે

(3:52 PM IST)