<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અંતરિક્ષમાં ભારતે ઈતિહાસ રચ્યો : ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યું શુભાંશુ શુક્લાનું યાન

28 કલાકની સફર બાદ તમામ એસ્ટ્રોનોટ ISS પહોંચ્યા : હવે સ્પેસક્રાફ્ટ આઈએસએસ સાથે જોડાઈ ચુક્યું છે અને ક્રૂના સભ્યો હવે સ્ટેશનની અંદર પ્રવેશ કરી શકશે

આજે દરેક ભારતીયનું દિલ ગર્વથી ભરાઈ ગયું હશે. કારણ કે ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા સહિત ચાર એસ્ટ્રોનોટ આજે એટલે કે 26 જૂને સાંજે 4 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે. 28 કલાકની સફર બાદ તમામ એસ્ટ્રોનોટ ISS પહોંચ્યા છે. પહેલા તેમના પહોંચવાનો સમય 4.30 વાગ્યાનો હતો. આ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. આ અગાઉ મિશન ક્રૂના સ્પેસક્રાફ્ટ સાથે લાઈવ વાતચીત કરી. આ દરમ્યાન શુભાંશુએ કહ્યું કે, નમસ્કાર ફ્રોમ સ્પેસ! હું મારા સાથી અંતરિક્ષ યાત્રીઓ સાથે અહીં હોવા બદલ ઉત્સાહિત છું.

ડ્રેગન અંતરિક્ષ યાને લગભગ 28 કલાકની યાત્રા પૂરી કરી 26 જૂને સાંજે 4 વાગ્યે આઈએસએસથી સફળતાપૂર્વક ડોકિંગ કરી લીધું. તેનો મતલબ છે કે હવે સ્પેસક્રાફ્ટ આઈએસએસ સાથે જોડાઈ ચુક્યું છે અને ક્રૂના સભ્યો હવે સ્ટેશનની અંદર પ્રવેશ કરી શકશે.

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્શન શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 (Ax-4) મિશન અંતર્ગત સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે. હવે ડ્રેગન કેપ્સૂલ પહેલાથી નિર્ધારિત સમય કરતા 20 મિનિટ પહેલા ડોક થયું. ત્યાર બાદ 1-2 કલાકની તપાસ થશે, જેમાં હવાના પ્રેશરની સ્થિરતાની પુષ્ટિ થશે. તે બાદ ક્રૂ ISSમાં એન્ટર થશે.

હવે શરુ થવા જઈ રહ્યું છે Xiom-4 મિશનનો સૌથી મહત્ત્વનો તબક્કો. તમામ અંતરિક્ષ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લગભગ 14 દિવસ વિતાવશે. આ દરમ્યાન તે 60 સાઈંટિફિક એક્સપેરિમેંટ્સ કરશે, જે અત્યાર સુધી કોઈ પણ Axiom મિશનમાં કરવામાં આવેલી સૌથી વધારે વૈજ્ઞાનિક ગતિવિધિઓ હશે. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં માનવ શરીર પર પ્રભાવ, નવી ટેકનિકની તપાસ અને માઈક્રોગ્રેવિટીમાં મેડિકલ રિસર્ચ જેવા મહત્ત્વના પાસાઓ પર ફોકસ કરશે. આ મિશન ન ફક્ત વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ ભવિષ્યના માનવ અંતરિક્ષ અભિયાનો માટે પણ ખૂબ નિર્ણાયક સાબિત થશે. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં માનવ શરીર પર પ્રભાવ, માઈક્રો ગ્રેવિટીમાં મેડિકલ રિસર્ચ, અને નવી સ્પેસ ટેક્નોલોજી ટ્રાયલ સામેલ હશે.

 

(6:04 PM IST)